પોરબંદરમાં આવતીકાલે વિનામૂલ્યે કેન્સર નિદાન કેમ્પ યોજાશે

February 16, 2019 at 2:17 pm


પોરબંદરમાં આવતીકાલે વિનામૂલ્યે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

પોરબંદરના ખીજડી પ્લોટ પાસે આવેલ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરીયલ ખાતે આવતીકાલે વિનામૂલ્યે કેન્સર નિદાન કેમ્પ યોજાશે. જૈન સોશ્લય ગૃપ, ઈન્ડીયન મેડીકલ એસોસીએશન અને રામકૃષ્ણ મિશનના સહયોગથી સવારે 9 થી બપોરે 1 દરમિયાન યોજાનારા આ કેમ્પમાં ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટના ગાયનેક વિભાગ, સર્જરી વિભાગ અને આેનક્લોજી વિભાગના નિષ્ણાંત ડોક્ટરની ટીમ ડો. મુકુલ ત્રિવેદી અને ડો. અંકિત શીરોદરીયા સેવા આપશે. આ કેમ્પમાં મહિલાઆે માટે સ્તન કેન્સરની તેમજ ગભાર્શયના મુખના કેન્સરની પ્રાથમિક તપાસ અને જરૂરીયાત મુજબ એમ.પી. શાહ કેન્સર હોસ્પિટલ-અમદાવાદથી આવેલ સંજીવની રથ દ્વારા વિનામૂલ્યે મેમોગ્રાફી તેમજ પેપ ટેસ્ટ કરી આપવામાં આવશે તેમજ પુરૂષો માટે મોઢાની તપાસ કરી આપવામાં આવશે. આ કેમ્પનો સહુ જરૂરીયાતમંદોને લાભ લેવા તેમજ આસપાસના વિસ્તારમાં કોઈ જરૂરીયાતમંદ હોય તો તેને આ કેમ્પની માહિતી આપી વધારેમાં વધારે લોકોએ આ કેમ્પનો લાભ લેવા જૈન સોશ્યલ ગૃપના પ્રમુખ અનિલરાજ સિંધવી, સેક્રેટરી જયેશ દોશી તેમજ ટ્રેઝરર પૂર્વેશ ભણસાલીએ એક યાદીમાં જણાવ્યું છે.

Comments

comments

VOTING POLL