પોરબંદરમાં ઈન્ડસ કંપની દ્રારા ત્રણ સ્થળે મોબાઈલ ટાવર નાખવાની કામગીરી શરૂ

April 15, 2019 at 1:30 pm


પોરબંદરમાં મસ્જીદ અને આંગણવાડી પાસે મોબાઇલ ટાવર ફીટ કરવાનો ભારે વિરોધ ઉઠવા પામ્યો હતો અને કામ અટકાવી દેવાયું હતું, પરંતુ તે સામે પાલિકાએ જણાવ્યું છે કે આ સ્થળે મોબાઈલ ટાવર નાખવાની મંજુરી ઈન્ડસ કંપનીને આપવામાં આવી છે અને અન્ય બે વિસ્તાર ચોપાટી અને સુભાષનગરમાં પણ મંજુરી અપાઈ છે અને થોડા સમય પહેલા વાંધા અરજીઓ મંગવાઈ હતી પરંતુ કોઈની વાંધા અરજી ન આવતા કંપનીને ટાવર નાખવાની મંજુરી આપી દેવાઈ છે.

પોરબંદરના મેમણવાડાવિરડીપ્લોટ વિસ્તારના રહેમાની મસ્જીદ સામે ગેરકાયદેસર અને મોબાઇલ ટાવર પડતું હોય તેની ફિકવન્સી અને રેડીયશેનના કારણે બાળકોને થતી બીમારીઓ તથા સ્વસ્થયને થતી ગંભીરતાને ધ્યાને લઇ આ મોબાઇલ ટાવર અન્ જગ્યાએ સ્થળાંતર કરવા તથા તેની વાંધા અરજી આપવામાં આવી હતી જેમાં જણાવાયૂં હતું કે, પોરબંદરના મેમણવાડા વિસ્તાર, વિરડીપ્લોટ વિસ્તાર તેમજ રહેમાની મસ્જીદની સામે નગરપાલિકાના ડેલામાં કે જગ્યા બાળકોની આંગણવાડી પણ ચાલે છે. તેવા ભરચક એરીયામાં પ્રજાના સ્વાસ્થ્યની કોઇપણ જાતની ચિંતા કર્યા વગર નગરપાલિકા કંપનીનો મોટો મોબાઇલ ટાવર ઉભો કરવાની તજવીજ કરી રહ્યા છે અને આ મોબાઇલ ટાવર પડવાથી આસપાસના લોકો તથા બાળકોને તેના રેડીશેનના કારણે થતું ભયંકર નુકશાન થતુ હોય અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી આ નગરપાલિકાના સત્તાધીશોને આ વાંધા અરજીથી જાણ કરીએ છીએ કે આ મોબાઇલ ટાવર આ વિસ્તારમાં નાખવામાં આવશે તો તેના માટે અમો ઉગ્ર આંદોલન કરશું અને અમારી આ વાંધા અરજીને ધ્યને લઇ તાત્કાલીક ધોરણે આ મોબાઇલ ટાવર અન્ જગ્યાએ સ્થળાંતર તથા ફેરવિચારણા કરવા રજુઆત કરી હતી અને કામ પણ અટકાવી દેવાયું હતું. ત્યારબાદ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે મેમણવાડ અને વિરડીપ્લોટના રહેવાસીઓ હવે કામગીરી શરૂ થઈ ત્યારે વિરોધ કરી રહ્યા છે પરંતુ અગાઉ વાંધા અરજી મંગાવવામાં આવી હતી ત્યારે કોઈએ વાંધો ઉઠાવ્યો નથી અને આ સ્થળે ઈન્ડસ કંપનીને મોબાઈલ ટાવર નાખવા માટે પાલિકા દ્રારા મંજુરી આપવામાં આવી છે

Comments

comments