પોરબંદરમાં એસએમએસ કરીને મતદાનને લગતી જાણકારી મેળવી શકાશે

April 20, 2019 at 1:33 pm


પોરબંદરમાં એસએમએસ કરીને મતદાનને લગતી જાણકારી મેળવી શકાશે.
સમગ્ર ગુજરાતમાં આગામી તારીખ ર૩ એપ્રિલના રોજ મતદાન યોજાવાનું હોય જે અનુસંધાને ૧૧–પોરબંદર લોકસભા બેઠક માટે પણ તારીખ ર૩મી એપ્રિલના રોજ મતદાન યોજાવાનું હોવાથી જીલ્લાનો કોઇપણ મતદાર પોતાના મતદાનને લગતી જાણકારી માટે મોબાઇલના માધ્યમથી આંગળીના ટેરવે માહિતી મેળવી શકે તે માટે જીલ્લા ચુંટણી અધિકારી મુકેશ પંડયાએ મહત્વની સુચનાઓ મતદારો માટે પ્રસિધ્ધ કરી છે.
જો તમે મતદાનને લગતી કોઇ મુંજવણ અનુભવતા હોવ અને તમારી પાસે મોબાઇલ ફોન હોય તો તમે સરળતાથી તમારી મુંજવણ અથવા પ્રશ્નો હલ કરી શકો તે માટે ચુંટણી તત્રં પણ કટીબધ્ધ છે. વેબસાઇટ પરથી મતદાર યાદીમાં નામ, મતદાન મથક, બીએલઓનું નામ, સંપર્ક નંબર સહિતની વિગતો મોબાઇલ મારફત આંગળીના ટેરવે મેળવી શકશે. આ ઉપરાંત મતદારને પોતાના મતદાનને લગતીવિશેષ માહિતી જોઇતી હોય, કઇ પુછપરછ કરવી હોય તો ૧૯૫૦ નંબર ઉપર ફોન કરીને માહિતી મેળવી શકાશે.
વોટર હેલ્પલાઇન એન્ડરોઇડ એપ્લીકેશન ગુગલપ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે. ચુંટણીલક્ષી ફરિયાદ, ઉમેદવારની વિગત, મતદાર યાદીમાં નામ સહિતની વિગતો મેળવી શકાશે

Comments

comments