પોરબંદરમાં ગટરના કામમાં કાેંગ્રેસે પાડેલી જનતા રેડઃ ભ્રષ્ટાચારનો આક્ષેપ

August 6, 2018 at 7:19 pm


પોરબંદર શહેરના મુખ્ય રોડ સહયોગ હોસ્પિટલની સામે વરસાદી પાણીના નિકાલની ગટરનું કામ ચાલી રહ્યું છે. આ ગટરનું કામ ખૂબ જ નબળું થઈ રહેલ છે અને પાણીમાં કાેંક્રીટ થઈ રહેલ છે. એવો ફોન જિલ્લા કાેંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ આેડેદરાને આવતા નાથાભાઈ આેડેદરા અને શહેરના નવનિયુક્ત કાેંગ્રેસ પ્રમુખ પરીમલભાઈ ઠકરાર સ્થળ ઉપર દોડી ગયા હતા ત્યાં જઈને નિરીક્ષણ કરતા પીવાના પાણીની પાઈપલાઈન લીકેજ હતી. આ પાણી વરસાદી પાણીના નિકાલ માટે ખોદાઈ ગયેલ ગટરમાં વહેતું હતું. દિવસોથી ડીવોટરીગ કરે છે પણ પાણી આેછું થતું નહોતું. તેથી પીવાના પાણીમાં કાેંક્રીટ કરીને ઢાંકી દેવાનો પ્રયત્ન કરતા હતા. રામદેવ મોઢવાડીયાએ ચીફ આેફીસરને જાણ કરતા ચીફ આેફીસરે એન્જીનીયર બથીયાભાઈને મોકલીને આ કામ તાત્કાલીક બંધ કરાવ્યું હતું. રામદેવ મોઢવાડીયાએ પાણીની પાઈપલાઈન લીકેજ થતી હતી અને આ પાણીનું સીપેજ નગરપાલિકાના એન્જીનીયરને બતાવ્યું હતું અને આજુબાજુના રહીશોએ જણાવ્યું હતું કે જ્યારે પીવાના પાણીની લાઈનમાં પાણી ફોર્સથી આવતું હોય ત્યારે ખોદાણ કરેલી ગટરમાં આ પાણી પણ ફોર્સથી આવતું હોય છે અને આ પાણીની સાથે ગટરનું પાણી પણ મીક્સ થઈ રહ્યાનું માલુમ પડ્યું હતું.

કલેક્ટરને ફરિયાદ
રામદેવભાઈ મોઢવાડીયાએ આ પ્રશ્ન મુખ્યમંત્રી ફરિયાદ નિવારણમાં કલેક્ટરને ફરિયાદ કરી બે મહિના પહેલા મૂકેલો છે પણ ભાજપના મોટા માથાઆેના દબાણના કારણે કોઈ ઉકેલ આવતો નથી. આ આખી ઘટનાની જાણ રામદેવભાઈ મોઢવાડીયાએ ટેલીફોનથી જિલ્લા કલેક્ટરને કરી હતી અને કલેક્ટરે તટસ્થ તપાસ કરવાની ખાત્રી આપી હતી અને ત્યાં હાજર રહેલ નગરપાલિકાના એન્જીનીયરને જરૂરી સુચના આપી હતી.
પોરબંદર નગરપાલિકા પાસે નિષ્ણાંત એન્જીનીયરો નથી ગટરના કામમાં કાેંક્રીટના સમયે ન તો નગરપાલિકાના એન્જીનીયરો હતા કે ન તો કન્સલ્ટન્ટ મનિષ રૂપારેલીયાના એન્જીનીયરો હતા. નગરપાલિકાના રોડ, રસ્તા અને ગટરના કામમાં નબળા કામો પ્રમાણીત કરનાર મનિષ રૂપારેલીયા જેવા બિન અનુભવી કન્સલ્ટન્ટને રોડના કામમાં અને બીજા કામોમાં થર્ડ પાર્ટી એજન્સી તરીકે નિયુક્તી કરવામાં આવે છે. ભદ્રકાળીવાળા સી.સી. રોડમાં પણ સ્લીપ ફોમ મશીનથી કામ કરાવવાનું હતું તેને બદલે ફીક્ષ ફોમ મશીનથી શરૂઆતનું 40 મીટર કામ કરાવ્યું હતું. જે કાેંગ્રેસના આગેવાનોએ કલેક્ટરને જાણ કરતા કલેક્ટરે આ કામ બંધ કરાવીને સ્લીપ ફોમ મશીન લઈ આવવાની સુચના આપી હતી.
વરસાદી પાણીના નિકાલની ગટરના કામમાં ક્યાંય પણ પી.સી.સી. કરવામાં આવ્યું નથી. પી.સી.સી. ઉપર સ્ટીલ પણ નહીવત નાખવામાં આવ્યું છે. અને આ કામમાં વપરાતું સ્ટીલ આેછા ડાયાબીટરનું વપરાઈ રહ્યાનું માલુમ પડેલ છે. નગરપાલિકાના એન્જીનીયરની હાજરીમાં કામગીરીનું રેકોડંગ પણ કરેલ છે.
પાણી પુરવઠા અધિકારી જવાબદાર
આ બાબતે જિલ્લા કાેંગ્રેસ અને શહેર કાેંગ્રેસના આગેવાનોએ ભાજપ સરકાર પાસે માંગણી કરીને પીવાના પાણીની પાઈપલાઈનના લીકેજની અને ભૂગર્ભગટરના કામમાં જવાબદાર પાણી પુરવઠાના અધિકારીઆે સામે ફોજદારી ગુન્હો દાખલ કરવામાં આવે અને પાઈપ લાઈન લીકેજનું કામ પોરબંદરવાસીઆેના આરોગ્યના હિતમાં તાત્કાલીક રીપેર કરવામાં આવે. કાેંગ્રેસે વરસાદી પાણીના નિકાલ માટેની બનતી ગટરમાં જ્યાં કામ થઈ ગયેલ છે ત્યાં વપરાયેલ સ્ટીલના ડાયામીટરની તપાસ કરાવવામાં આવે અને પી.સી.સી. ની આઈટમ કર્યા વગર કામ કરવામાં આવેલ હોય ત્યાં પી.સી.સી. ફરીથી બધી જગ્યાએ કરાવવામાં આવે તેવી માંગણી કરી છે. અને આ કામમાં પીવાના પાણીની પાઈપલાઈનમાં ભાજપના મોટા માથાઆેની સંડોવણી હોવાથી જો તટસ્થ તપાસ નહી કરવામાં આવે તો કાેંગ્રેસ પક્ષ પોરબંદરની પ્રજાને સાથે રાખીને જલદ કાર્યક્રમ આપશે.
ગરીબ લોકોના 2448 આવાસો બે વર્ષમાં ખંડેર થઈ જાય તેવું કામ કરાવનાર ભદ્રકાલી રોડ અને અન્ય સી.સી. રોડનું લોટ, પાણી અને લાકડા જેવું કામ કરાવનાર કન્સલ્ટન્ટ મનિષ રૂપારેલીયા સામે પગલા લેવાની માંગણી પણ કાેંગ્રેસ પક્ષ કરી છે. પોરબંદર શહેરમાં થયેલ પેવર બ્લોકના કામમાં પણ નબળી ગુણવત્તાના પેવર બ્લોક વાપરવામાં આવ્યા છે. આ પેવર બ્લોકની નીચેની કરવાની થતી 70 ટકા આઈટમ ભાજપના સગાઆે કમ પેટા કોન્ટ્રાક્ટરે કરેલ નથી. અને આ કામના કન્સલ્ટન્ટ પણ મનિષ રૂપારેલીયા છે અને તાલુકા પંચાયતમાં લાંચ રૂશ્વતમાં પકડાયેલા એન્જીનીયર મકવાણા તમામ કામોના મેઈન સુપરવાઈઝર છે. વિકાસના નામે ખિસ્સા ભરતા ભાજપના આગેવાનોને સરકાર નહી રોકે તો જલદ આંદોલન કરવાની ફરજ પડશે એમ જિલ્લા કાેંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ આેડેદરા, શહેર કાેંગ્રેસ સમિતિના પ્રમુખ પરીમલભાઈ ઠકરાર, ઉપપ્રમુખ વિજય આેડેદરા, કાંતિભાઈ બુધેચા, રણમલભાઈ કારાવદરા અને ભાવેશભાઈ ખુંટી વગેરેએ જણાવ્યું હતું.

Comments

comments

VOTING POLL