પોરબંદરમાં ગણેશ ઉત્સવની ઉજવણી માટે તડામાર તૈયારીઆે

September 11, 2018 at 4:34 pm


પોરબંદર શહેર અને જિલ્લામાં ગણેશ ઉત્સવની ઉજવણી માટે અલગ-અલગ જગ્યાએ આયોજનો થઈ રહ્યા છે.
મોઢા કોલેજ દ્વારા આયોજન
પોરબંદરની સંસ્થા વી.જે. મોઢા કોલેજ દ્વારા હર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા. 13/9 થી તા. 17/9 સુધી એન.પી.જી. કોમ્પ્યુટર, ખીજડી પ્લોટ, એમ.જી. રોડ ખાતે આ ઉજવણી થશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વિદ્યાથ}આે તથા સ્ટાફગણ દ્વારા કરવામાં આવે છે અને તેઆે દ્વારા દરરોજ અલગ-અલગ થીમ જેમ કે કઠોળ અને ગ્રીનરી, સંગીત થીમ, બિફોર અને આãટર ઉપરની થીમ, ફળોત્સવ જેવા વિવિધ થીમ દ્વારા સમાજને કંઈક ઉપયોગી સંદેશ આપવાનો પ્રયત્ન રોજબરોજ કરવામાં આવશે.
આ ઉપરાંત સંસ્થાના યુ.જી. અને પી.જી. અભ્યાસક્રમના વિદ્યાથ}આે દ્વારા ”ફંડ ફેસ્ટીવલ” નું આયોજન કરેલ છે. જેમાં વિદ્યાથ}આે દ્વારા લાઈવ વાનગીઆે બનાવવામાં આવશે. ગણેશજીની વિશેષપૂજાના ભાગરૂપે તારીખ 16/9/2018 ને રવિવારે ‘ફળોત્સવ’ દ્વારા ભાવપૂજા કરવામાં આવશે તેમજ ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ સવારે 7ઃ30 વાગ્યે અને સાંજે 7 વાગ્યે મહાઆરતી કરવામાં આવશે.
આવા વિવિધ કાર્યક્રમો માટે વિદ્યાથ}આેને પ્રાેત્સાહિત કરવા સર્વે નગરજનોએ ગણપતિજીના દર્શન કરવા તેમજ ફંડ ફેસ્ટીવલમાં ભાગ લેતા વિદ્યાથ}આેને પ્રાેત્સાહન આપવા માટે સંસ્થાના પ્રમુખ વંભભાઈ મોઢા, નરેન્દ્રસિંહ ગોહિલ, રમેશભાઈ મોઢા, અશોકભાઈ મોઢા, હિતેન્દ્રસિંહ ગોહિલ, જયસુખભાઈ થાનકી, રવિભાઈ થાનકી, પ્રિન્સીપાલ પરેશભાઈ સવજાણી, ડાયરેક્ટર દર્શનભાઈ શેઠ, એચ.આે.ડી. વિશાલભાઈ પંડéા તેમજ સર્વે સ્ટાફ પરિવાર દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
માણેક ચોકમાં આયોજન
પોરબંદરના માણેકચોકમાં ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં તા. 13/8 ગુરૂવારે સવારે 8ઃ30 વાગે પૂજન, સાંજે 7ઃ15 મહાઆરતી, સાંજે 7ઃ30 મહાપ્રસાદ વિતરણ કરવામાં આવશે. જેનો સૌ ભક્તજનોને લાભ લેવા મોહન માવજી ફંલવારાએ એક યાદીમાં જણાવ્યું છે.

Comments

comments

VOTING POLL