પોરબંદરમાં ગેસના બાટલાના ગોડાઉનો અને ફટાકડાની દુકાનો ગમે ત્યારે જોખમ સર્જશે

May 25, 2019 at 2:06 pm


પોરબંદરમાં ગેસના બાટલાના ગોડાઉનો અને ફટાકડાની દુકાનો ગમે ત્યારે જોખમ સર્જશે તેમ જણાવીને સુરતની ઘટના બાદ એડવોકેટે મુખ્યમંત્રીને કરી રજુઆત કરીને યોગ્ય પગલા લેવા માંગ કરી છે.
પોરબંદરના આર.ટી.આઈ. એકટીવીસ્ટ અને ભનુભાઈ ઓડેદરાએ મુખ્યમંત્રીને ફરિયાદ કરીને જણાવ્યું છે કે પોરબંદર શહેરમાં નરસગં ટેકરી, આશાપુરા ચોકડી પાસે તથા અન્ય જી.આઈ.ડી.સી. માં એલ.પી.જી. ગેસના ગોડાઉનો આવેલા છે. તથા અન્યમાં વનાણા ગામ પાસે જે ફટાકડાની દુકાનો આવેલી છે તે નેશનલ હાઈ–વેની પાસે તથા આજુબાજુમાં રેસીડેન્ટ વિસ્તાર આવેલો છે. આથી વનાણા પાસે આવેલ તમામ ફટાકડાની દુકાનોના તાત્કાલીક અસરથી તમામના લાયન્સ રદ કરવા જોઈએ તથા તેમની ફાયરસેટીની તાત્કાલીક ચકાસણી કરવી જોઈએ.
આ ઉપરાંત કુછડી પાસે જાવર ગામે આવેલ સુપર ગેસનો પ્લાન્ટ પોરબંદર શહેરની નજીક આવેલ છે તથા આ સુપર ગેસ પ્લાન્ટમાં ફાયરસેટીની સુવિધા અંગે તપાસ થવી જોઈએ. નહીંતર ગમે ત્યારે મોટો ગમખ્વાર અકસ્માત થવાનો ભય રહેલો છે.
આથી સરકારી તંત્રએ તાત્કાલીક ઉપરોકત સુપર ગેસના પ્લાન્ટનું ફાયરસેટી તથા અન્ય ચેકીંગ કરી તાત્કાલીક કાર્યવાહી કરવા માંગ કરી છે.
પેટ્રોલપંપમાં તપાસ કરો
તેમણે એમ પણ જણાવ્યું છે કે મોટાભાગના પેટ્રોલપંપોમાં પણ ફાયર સેટીના સાધનો ઓછા હોય છે. તેથી તે અંગે પણ તત્રં દ્રારા તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી છે.

Comments

comments

VOTING POLL