પોરબંદરમાં ગોળના વેપારીના આગોતરા જામીન મંજુર

February 1, 2018 at 1:27 pm


પોરબંદરમાં ગોળના વેપારી પાસેથી મોટી માત્રામાં સડેલો ગોળ મળી આવ્યાના કેસમાં પોલીસ ફરિયાદ થઈ હતી, ત્યારબાદ તેના આગોતરા જામીન મંજુર થયા છે.

પોરબંદરની ખૂબ જ જુની અને જાણીતી પેઢી ધરાવતા અજય મોહનલાલ લાખાણી કે જેઆે ગોળનો વેપાર કરતા હોય અને આજથી અંદાજે 6 મહિના પહેલા એલ.સી.બી. પોલીસ દ્વારા રેઈડ કરી ગોળનો આથાે વેચતા હોવાનું જણાવી, ગોળનો નમુનો કબ્જે કરેલો હતો અને તે સંબંધે નગરપાલિકાના ફંડ ઈન્સ્પેક્ટરને બોલાવી નમુનાઆે લીધેલા હતા અને પોલીસ દ્વારા પણ અલગ નમુનાઆે લીધેલ હતા. અને પોલીસ દ્વારા લીધેલા નમુનાઆેના આધારે છ મહિના પછી કીતિર્મંદિર પોલીસ દ્વારા પ્રાેહીબીશન એક્ટની જોગવાઈ મુજબ એફ.આઈ.આર. ફાડેલી હતી અને તેની ધરપકડ કરવાના ચક્રાે ગતિમાન કરેલા હતા.

આથી પોરબંદરના વેપારી અજય લાખાણી દ્વારા તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે પોલીસ ધરપકડ ન કરે તે માટે આગોતરા જામીન અરજી કરેલી હતી અને તેની દલીલમાં વિગતવાર જણાવેલ કે, ફંડ ઈન્સ્પેક્ટર દ્વારા લીધેલ નમુનામાં કોઈ આલ્કોહોલનું પ્રમાણ મળી આવેલ નથી અને તેના કારણે નવા ફંડ સેãટી એક્ટ મુજબ ડેપ્યુટી કલેક્ટરની સમક્ષ કેસ ચાલી જતા અને તેઆેએ ગોળમાં બીજી કોઈ ભેળસેળ ન હોવાના કારણે માત્ર ‘મોઈòર’ નું પ્રમાણ વધારે હોવાના કારણે રૂપીયા 15,000 નો દંડ કરી કેસનો નિકાલ પણ કરી નાખેલ છે અને ત્યારબાદ પાછળથી લાંબા સમયે પોલીસે ખોટી એફ.આઈ.આર. ફાડેલી હોય અને ખરેખર એકને એક બનાવની બે વાર કાર્યવાહી થઈ શકે નહી અને તે રીતે ફંડ સેãટી એક્ટ મુજબ કાર્યવાહી થઈ ગયેલી હોય ત્યારે તે જ બાબતે પ્રાેહીબીશન એક્ટ મુજબ કાર્યવાહી ચાલી શકે નહી. તેવી રજુઆત કરતા અને ગોળનો વેપાર કરવો કોઈ ગુન્હો ન હોય ભૂતકાળમાં ક્યારેય કોઈ ગેરકાયદેસર પ્રવૃqત્તમાં સંડોવાયેલા ન હોય અને વેપારીવર્ગના માણસ હોય અને નાસી-ભાગી જાય તેમ ન હોય અને પોલીસ ધરપકડ કરે તો આબરૂ-પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે તેમ હોય તેવી વિગતવાર દલીલ કરતા પોરબંદરના જાણીતા વેપારી અજય લાખાણીને એડીશનલ ડિસ્ટ્રીક્ટ જજ દ્વારા આગોતરા જામીન અરજી ઉપર મુક્ત કરવાનો હંકમ કરેલ છે. આ કામમાં પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી, દિપકભાઈ બી. લાખાણી, હેમાંગ લાખાણી, અનિલ સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા તેમજ નવઘણ કડછા રોકાયેલા હતા.

Comments

comments

VOTING POLL