પોરબંદરમાં ચેક પાછો ફરવાના કેસની ફરિયાદ કોર્ટે રદ કરી

August 30, 2018 at 2:36 pm


પોરબંદરમાં ચેક પાછો ફરવાના કેસની ફરિયાદ કોર્ટે રદ કરી છે.

નેગોશીયેબલ ઈન્સ્ટ³મેન્ટ એક્ટ એટલે કે ચેકનો કાયદો કે જેને તાજેતરમાં ફેરફાર કરવામાં આવેલ છે અને આરોપીએ પોતાનો બચાવ રજુ કરતા પહેલા ચેકની રકમની 20 ટકા રકમ કોર્ટમાં ડીપોઝીટ કરવાની નવી જોગવાઈ કરેલ છે, પરંતુ અગાઉ આવી કોઈ જોગવાઈ હતી નહી. અને તે મુજબ પોરબંદરના હિતેશ વંભભાઈ હંસોરા દ્વારા તેના ભાઈના પુત્ર પ્રકાશ સુરેન્દ્રભાઈ હંસોરા સામે બે અલગ-અલગ ચેકના કુલ રૂપીયા 6 લાખ 40 હજાર અન્વયે પોરબંદરની કોર્ટમાં ફોજદારી ફરિયાદ કરેલી હતી અને તે અંગેનો કેસ પોરબંદરના ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ મંશુરીની કોર્ટમાં ચાલી જતા અને આરોપીના એડવોકેટ તરીકે પોરબંદરના જાણીતા એડવોકેટ લાખાણી જોડાયેલા હોય અને તેઆેએ ફરિયાદની ઉલટ તપાસ કરતા અને જેમાં ફરિયાદી દ્વારા ફરિયાદથી જુદી જ હકીકતો જણાવતા અને ભાઈઆે-ભાઈઆે વચ્ચે સમાધાન થયેલું હોય અને નોટરી રૂબરૂ લખાણ થયેલ હોય તે હકીકત ફરિયાદીએ કબુલ રાખેલી હોવા છતાં ફરિયાદમાં આવા સમાધાન અન્વયેની થયેલ લખાણ સંબંધેની કોઈ હકીકતો જણાવેલ ન હોય અને એટલું જ નહી, આરોપીએ તારીખ નાખ્યા વગરનો ચેક આપ્યા હોવાનું અને ફરિયાદીએ પોતે જાતે તારીખ નાખેલ હોવાનું ઉલટતપાસમાં કબુલ રાખેલ હોય અને તે રીતે નોટરી રૂબરૂના લખાણ પહેલા કે લખાણ પછી ચેક આપ્યાનું નક્કી થતું ન હોય અને રીતે રેકર્ડ ઉપર જ વિરોધાભાસી હકીકતો જણાતા કોર્ટ દ્વારા હિતેશ વંભભાઈ હંસોરાએ કરેલી ફરિયાદ રદ કરી હતી અને પ્રકાશ સુરેન્દ્રભાઈ હંસોરાને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ હતો.

Comments

comments

VOTING POLL