પોરબંદરમાં જન્માષ્ટમીના મેળા અનુસંધાને અનેક રસ્તા વન-વે જાહેર

September 1, 2018 at 1:45 pm


પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન થયું છે ત્યારે ટ્રાફિકની સમસ્યા સજાર્ય નહી તે માટે જાહેરનામું બહાર પાડીને તંત્રએ અનેક રસ્તાને વન-વે જાહેર કર્યા છે.
પોરબંદરમાં તા. 2/9 થી તા. 7/9 સુધી જન્માષ્ટમીનો લોકમેળો યોજાવાનો છે ત્યારે આ 6 દિવસો દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ દુર્ઘટના સજાર્ય નહી તે માટે જાહેરનામું પ્રસિÙ કરીને જુના ફંવારાથી રિલાયન્સ ફંવારા સુધી, નવા ફંવારા પાસે પોલીસ હેડક્વાર્ટરના મેઈન ગેઈટથી એસ.ટી. સર્કલ સુધી, રીક્ષા સહિત તમામ થ્રી અને ફોર વ્હીલર વાહનોને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. તેવી જ રીતે ચોપાટી મેળા મેદાન પાસે એસ.ટી. સર્કલથી રીલાયન્સ ફંવારાથી કનકાઈ મંદિર સુધી તમામ પ્રકારના વાહનોને પ્રવેશબંધી ફરમાવાઈ છે. કમલાબાગથી જુના ફંવારા સુધી, સ્ટેશન ચોકીથી રામગેસ્ટ હાઉસ સુધી, ઈન્દ્રેશ્વર મહાદેવથી જીમ સુધી, જીમથી એસ.ટી. ડેપો પાછળ ભંગારબજાર વાળા રસ્તે અને જુના ફંવારાથી નવા ફંવારા સુધીના તમામ રસ્તાને વન-વે જાહેર કરવામાં આવ્યા છે. તેમજ એસ.ટી. બસો કલ}ના પુલ તરફથી આવતી અને જ્યુબેલી પુલ તરફથી આવતી તમામ બસો રાણીબાગ-હેડ પોસ્ટઆેફિસ થઈ બસડેપો તરફ જશે.
પાર્કિંગની વ્યવસ્થા
જ્યુબેલી પુલ તરફથી આવતા થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર વાહનો માટેનું પાર્કિંગ શહેરની પૂણિર્મા લોજ પાસેથી જુની કોર્ટ કમ્પાઉન્ડના દક્ષિણ તરફના ગેઈટથી પ્રવેશ કરી અને કોર્ટ કમ્પાઉન્ડમાં પાર્ક કરવાના રહેશે અને ત્યાંથી વાહન ઉતર તરફના ગેઈટથી બહાર કાઢી રામ જરૂખાવાળા રસ્તે થઈ હરીશ ટોકીઝ પાસેથી બહાર જશે. માધવપુર તરફથી આવતા વાહનો થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર માટેનું પાર્કિંગ વિર ભનુની ખાંભીથી જુરીબાગ કૈલાશ ગેરેજ થઈ કનકાઈ મંદિરે અને ત્યાંથી વસનજી ખેરાજ સ્કૂલ પાસેના રસ્તેથી ચોપાટી ખોડીયાર મંદિર પાસેના પાર્કિંગમાં વાહનો પાર્ક કરશે અને ત્યાંથી વાહનો લઈ આ જ રસ્તે નવા ફંવારા જી.ઈ.બી. કોલોની વિર ભનુની ખાંભીથી બહાર જશે અને હેવી વ્હીકલ ટ્રક જેવા વાહનો બિરલા રોડ કામદાર કલ્યાણ કેન્દ્રની પાછળ પાર્ક કરશે. જ્યારે કલ}ના પુલ તરફથી આવતા વાહનો થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર માટેનું પાર્કિંગ કમલાબાગ સર્કલથી બિરલા હોલ પાસેથી ધોબીઘાટ-થનગનાટ ગરબીવાળા મેદાનમાં વાહન પાર્ક કરશે અને ત્યાંથી વાહનો લઈ જુના ફંવારા રેલ્વે સ્ટેશન પોલીસચોકીથી અથવા નવા ફંવારા વિરભનુની ખાંભીથી બહાર નીકળશે. તેવું જાહેરનામું બહાર પડéું છે.

Comments

comments

VOTING POLL