પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળામાં વરસાદ વિલન બને તેવી શકયતા

September 1, 2018 at 1:55 pm


પોરબંદરમાં રવિવારથી જન્માષ્ટમીનો છ દિવસીય લોકમેળો શરૂ થવાનો છે પરંતુ તેમાં વરસાદ વિલન બને તેવી શકયતા વચ્ચે પોણો ઇંચ વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા છે અને તેને કાઢવા માટે નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. અકસ્માત થાય નહી તે માટે તંત્ર તપાસ કરે તેવી માંગણી ઉઠવા પામી છે.
પોરબંદરમાં છેલ્લા ર4 કલાક દરમિયાન 17 મી.મી. જેટલો (પોણો ઇંચ) વરસાદ વરસી ગયો છે અને આ વરસાદને કારણે ચોપાટીના મેળા મેદાનમાં અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા છે. તા. ર/9 થી તા. 7 /9 એમ છ દિવસનો જન્માષ્ટમીનો લોકમેળો યોજાવાનો છે એ જ મેદાનમાં વરસાદના પાણી ભરાઇ ગયા હોવાથી નાના ધંધાથ}આેનો સામાન પણ પલળી ગયો હતો. તો બીજીબાજુ અખાડા પાસે રાઇડસ ફીટ કરવામાં આવી રહી છે ત્યાં પણ વરસાદી પાણી ભરાઇ ગયું હોવાથી નગરપાલિકાના તંત્ર દ્વારા પમ્પ મુકીને પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વરસાદને કારણે આ વિસ્તારમાં સૌથી વધુ પાણી ભરાઇ જાય છે. તેવી જ રીતે હાથી લસરપટ્ટી વાળા મેદાનમાં પાણી ભરાઇ ગયું હતું.
પોરબંદરના મેળા મેદાનમાં રેતિને કારણે જમીન આમ પણ પોચી છે ત્યારે વરસાદને લીધે આ જમીન વધુ પોચી થઇ ગઇ હોવાથી તેમાં મોટા રાઇડસ ફીટ કરવામાં આવ્યા છે ત્યારે જો વધુ વરસાદ પડે તો અકસ્માતની શકયતા નકારી શકાતી નથી તેથી ાેચી જમીનના કારણે મોટા ચકડોળમાં અકસ્માત થાય નહી તે માટે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગણી પણ ઉઠવા પામી છે.

Comments

comments

VOTING POLL