પોરબંદરમાં જન્માષ્ટમી પર્વે પત્તા ટીચતા 65 શખ્સો ઝડપાયા

September 6, 2018 at 2:46 pm


પોરબંદર જિલ્લામાં જન્માષ્ટમી પર્વે અલગ-અલગ 12 સ્થળોએ પત્તા ટીચતા 65 શખ્સોને પોલીસે સાડા નવ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડéા છે.
ભાવપરામાં દરોડો
ભાવપરા ગામે રહેતા રાજેશ સવદાસ આેડેદરાએ તેના મકાનમાં જુગારધામ શરૂ કરીને બહારથી કેટલાક શખ્સોને જુગાર રમવા માટે બોલાવ્યા હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડતા મકાનમાલિક રાજેશ ઉપરાંત ભાવપરાના ભરત લખુ આેડેદરા, સુભાષ લખમણ આેડેદરા, કેશુ સવદાસ આેડેદરા, સંદિપ વિક્રમ આેડેદરા, ભેટકડીના રમેશ આવડા કારાવદરા તથા પોરબંદરના ગીતાનગરમાં રહેતા મનિષ ભીમા મોઢવાડીયાને પકડીને 10,940 ની રોકડ, બે લાખથી આઈ ટવેન્ટી કાર, 20 હજારનું બાઈક તથા 12,500 ના 8 મોબાઈલ સહિત 2,43,440 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુભાષનગરમાં દરોડો
પોરબંદરના સુભાષનગરમાં સતીઆઈ મંદિર સામે ચોકમાં જુગાર રમી રહેલા દિનેશ રણછોડ કિશોર, ચીમન જીવા કાણકીયા, રાજીવ મોહન ચૌહાણ, હસમુખ પુંજા કાણકીયા, મહેશ દેવજી જેબર, રામજી ગગજી ચૌહાણ, નટવર કાળુ સલેટ અને જયેશ કનુ વારીયાને પકડીને 20,900 ની રોકડ તથા 17,500 ના પાંચ મોબાઈલ સહિત કુલ રૂપીયા 38,400 નો મુદ્દામાલ કબ્જે કરીને તમામની ધરપકડ કરી હતી.
સુભાષનગરમાં કેનાલકાંઠે જુગાર રમી રહેલા અને સંતોષીમાતાજીના મંદિર પાસે રહેતા વિજય લખમણ બામણીયા અને નરશી માવજી સોલંકીને 1900ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા જયારે મના કારા લોઢારી નાશી છુટયો હતો.
બિરલા ફેક્ટરીના દંગામાં દરોડો
પોરબંદરની બિરલા ફેક્ટરીના બાલાજીના દંગા વિસ્તારમાં જુગાર રમી રહેલા મનોજ પરસોતમ દુબે, જૂનાગઢના ગોપાલપરી નારણપરી ગોસ્વામી, મહારાષ્ટ્રના દિનેશ મધુ બાબુલ, રાજેન્દ્રસિંહ હીરાલાલ ગોહેલ અને જીતુ વંભ સાથલીયાને પકડીને 15,450 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મીયાણીમાં દરોડો
મીયાણી ગામે રબારીકેડાના નાકે જુગાર રમી રહેલા રઘુભા ગજુભા માણેક અને મુળુભા નાગાજણભા બઠીયા નામના લાંબાના શખ્સને 1,810 ના મુદ્દામાલ સાથે પકડી પાડéા હતા.
શિતલાચોકમાં દરોડો
પોરબંદરના શિતલાચોકમાં બહાદુરપ્લાઝા પાછળ અનાજ દળવાની ઘંટીના આેટલે જાહેરમાં જુગાર રમી રહેલા અને ત્યાંજ રહેતા મીતેશ હરીશ પાંજરી અને ખારવાવાડના નરસંગ ચકલામાં રહેતા પ્રકાશ ઉર્ફે ડકુ વેલજી મોતીવરસ, બ્રાન્ચ સ્કુલ સામે રહેતા રવિ પ્રભુદાસ જોશી, ઝુરીબાગ કાંતિપાનવાળી ગલીમાં રહેતા હરીશ ઉર્ફે હરી ધનજી મોતીવરસ, કીતિર્મંદિર પાછળ રામમંદિર પાસે રહેતા દેવુ ખીમજી ગોહેલ, ખારવાવાડના શહીદચોકમાં રહેતા કમલેશ ઉર્ફે કાલીયો ખીમજી વાંદરીયા અને શિતલાચોકમાં દરબારગઢ પાછળ રહેતા ધર્મેશ ઉર્ફે જાકો લધુ ગોહેલને પકડીને 18800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
હુડકો સોસાયટી પાસે દરોડો
પોરબંદરના નરસંગ ટેકરી નજીક સુદામાપરોઠાથી અંદરના ભાગે આવેલી હુડકો સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમી રહેલા અને આશાપુરા ઘાંસ ગોડાઉન પાછળ રહેતા દિલીપ આલા ધારાણી, ગીગા ભીખા આેડેદરા, પાલા જેઠા ગઢવી, ચિરાગ પ્રવિણ રાઠોડ, રોકડીયા હનુમાન મંદિર પાછળ ગીતાનગરમાં રહેતા ભાવેશ મેરૂ કેશવાલા, મહેશ ઉર્ફે પપ્પુ કરશન બાપોદરાને પોલીસે 107ર0ની રોકડ, 1ર000ના ત્રણ મોબાઇલ તથા પાંચ લાખની ઝાયલો કાર મળી કુલ રૂા. પ લાખ રર હજાર 7ર0ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. દરોડા દરમિયાન રોકડીયા હનુમાન સામે રહેતો દુદા હાથીયા ખુંટી નાશી છુટયો હતો.
મિલપરામાં દરોડો
પોરબંદરના મિલપરા વિસ્તારમાં દિવાળીબેન પુંજાના મકાન સામે જુગાર રમી રહેલા અને મિલપરા વણકરવાસમાં રહેતા રાજા ઘેલા સાદીયા, વનરાજ ઉર્ફે વિનોદ દેવા સાદીયા, જગદીશ ઉર્ફે જગો રાજા સાદીયા, મનોજ રાજા સાદીયા, જીતેશ રાજા સાદીયા, બાલુ ઉર્ફે બાલ્યો હરદાસ પાંડાવદરા, ભીમા પુંજા સાદીયા, ભાણવડના ભવનેશ્વરગામે રહેતા બાલુ કુંભા સાદીયા, મહારાણામીલની ચાલીમાં શેરી નં. 45માં રહેતા વેલજી વાલા શીગરખીયા અને કલ્યાણપુરના જામખીરસરા વણકરવાસમાં રહેતા મુકેશ નાજા વાઘને પકડીને 19ર30નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બોખીરા-તુંબડામાં દરોડો
બોખીરા-તુંબડામાં નાગદેવતાના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા અને તુંબડા ખોડીયારમંદિરવાળી ગલીમાં રહેતા અરજન ઉર્ફે નાગા ગાંગા આેડેદરા, બોખીરા-તુંબડા લાકડાના પાલા પાસે રહેતા સામત જેઠા આેડેદરા અને હીરેન ગગુ કડછાને પકડીને 140પ0નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સોઢાણામાં દરોડો
સોઢાણા ગામે નવાપ્લોટ, વણકરવાસમાં રહેતા રમેશ મસરી રાઠોડે તેના મકાનમાં જુગારધામ શરૂ કર્યુ હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડતા રમેશ ઉપરાંત હેમંત રઘુ શીગરખીયા, લાખણશી ઉર્ફે લાખો મેરામણ કારાવદરા, માધા જીવા ચાંડપા, સંજય આલા ખરા, ભીમા ખીમા ખરા, સુરેશ ઉર્ફે ભુરો રાજા શીગરખીયા અને અશોક રાજશી શીગરખીયાની ધરપકડ કરી 34470ની રોકડ તથા 1પપ00 ના 8 મોબાઇલ સહિત 49970નો મુદ્દામાલ કબ્જે કયોર્ હતો.
બિલડી સીમમાં દરોડો
પાંડાવદરની બિલડી સીમમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા મેરૂ આેઘડ ખુંટી, અરભમ આેઘડ ખુંટી, રામ દેવા ખુંટી, પાંડાવદર રબારીકેડાના વિરમ ભુરા ગોઢાણીયા અને રમેશ ભરત ખુંટીને પકડીને ર6380ની રોકડ તથા 4500ના આઠ મોબાઇલ સહિત કુલ રૂા. 308પ0નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
નવા કુંભારવાડામાં દરોડો
પોરબંદરના નવાકુંભારવાડા શેરી નં. 30માં ચામુંડા માતાજીના મંદિર પાછળ જુગાર રમતા રફીક ઇબ્રાહીમ ચાવડા અને વિશાલ ઉર્ફે વિકી પ્રવિણ મણીયારને 10060ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. દરોડા દરમિયાન અજય ભીખા, દિપક ડાભી અને બટુક પ્યાગો રીક્ષા વાળો નાશી ગયા હતા.

Comments

comments

VOTING POLL