પોરબંદરમાં જળપ્લાવિત દિવસની ઉજવણી કરનારૂં તત્રં સુવિધાઓ કયારે ઉપલબ્ધ કરાવશે?

February 6, 2018 at 2:10 pm


પોરબંદરના જળપ્લાવિત વિસ્તારોમાં તાજેતરમાં જ સરકારે વિશ્ર્વ જળપ્લાવિત દિવસની ઉજવણી કરી હતી, પરંતુ સૌરાષ્ટ્ર્રના સૌથી મોટા પક્ષીઓ માટેના વેટલેન્ડ મોકરસાગર સુધી પહોંચવાનો રસ્તો પણ અત્યતં જર્જરીત છે તો બર્ડ વોચીંગ ટાવર પણ જોખમી બની ગયા છે. તેની સાથોસાથ ત્યાં પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી તેથી તંત્રએ આવી સગવડો ઉભી કરવી પણ જરૂરી બની જાય છે.
બિસ્માર રસ્તાનો પ્રશ્ન
પોરબંદરના ગોસાબારાથી મોકર સુધીના ૧૦ કિ.મી. ના વેટલેન્ડ તરીકે ઓળખાત જળપ્લાવિત વિસ્તારમાં હજારો દેશી–વિદેશી પક્ષીઓ ઉતર્યા છે અને તેને નિહાળવા દેશ–વિદેશના પ્રવાસીઓ ઉમટી પડે છે. પરંતુ ૧૦ કિ.મી. નો આ રસ્તો અત્યતં ભંગાર હોવાથી તેનું તાત્કાલીક સમારકામ કરાવવું જરૂરી બની ગયું છે. ગોસાબારામાં અંદાજે ૧૨૫ જાતની પ્રજાતિઓ જોવા મળે છે, અને અંદાજે ૨ લાખ પક્ષીઓ શિયાળા દરમિયાન મુલાકાત લે છે. ગોસાબારા વેટલેન્ડમાં આવતાં એન્ડેર્જડ ગ્લોબલ બર્ડ વ્હાઈટ આઈ પોર્આડ મોટી સંખ્ામાં આ વેટલેન્ડમાં આવે છે. પોરબંદર નજીકનાં ગોસાબારામાં મોટી સંખ્યામાં પક્ષીઓનો કલબલાટ સાંભળવા મળે છે તે બાયોડાયવર્સીસ વેટલેન્ડ ખાતે પહોંચવા માટેનો હાઈવે સુધીનો રસ્તો બરાબર છે, પરંતુ ગોસાબારાથી મોકરસાગર તરફનો ૧૦ કિલોમીટર સુધીનો બન્ને બાજુ જળપ્લાવિત વિસ્તાર આવેલા છે તેની મધ્યેથી પસાર થતો રસ્તો ભારે ભંગાર હાલતમાં છે. અહીં આવતા પ્રવાસીઓ જણાવી રહ્યા છે કે, ધૂળીયા માર્ગ ઉપરથી પસાર થવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. વળી વાહન નીકળે ત્યારે ધૂળ ઉડવાથી પક્ષીઓને પણ ભારે નુકસાન થાય છે. એટલું જ નહીં, પરંતુ અમુક જગ્યાએ ઉંડા ખાડા દોઢ થી બે ફટ પહોળાઈવાળા હોવાને કારણે તેમાંથી વાહનો નીકળે ત્યારે ફસાઈ જવાના બનાવો પણ બને છે. માટે તંત્રએ અહીં વ્યવસ્થિત સમારકામ કરાવવું જોઈએ તે પ્રકારની માંગણી પ્રવાસીઓ દ્રારા કરવામાં આવી છે.
જોખમી પક્ષીટાવર
પોરબંદરના કર્લી ગોસાબારા જળાશયમાં અવનવા પક્ષી નિહાળવા માટેના ટાવરના ત્રીજા માળે ઘણા સમયથી એકસાઇડની પાળી જોખમી જણાતી હોવાથી પક્ષી જોવા માટે ઉપર ચડેલ પ્રવાસી સીધો જ નીચે ખાબકે તેવી પુરી દહેશત જણાઇ રહી છે. ૩૦ ફત્પટથી પણ નીચે પડીને ઉંડા પાણીમાં પ્રવાસી પડે તો ગંભીર ઇજા અથવા મૃત્યુ પણ નિપજી શકે છે. એટલું જ નહીં પરંતુ આ પક્ષીટાવરમાં અંદરના ભાગે લાદીઓ પણ ફીટ કરવામાં આવી નથી અનેે પગથીયા ખુબ સાંકળા હોવાના કારણે પ્રવાસીઓને પણ ભારે પરેશાની વેઠવી પડે છે તેથી અહીંયા ફરવા આવતા પ્રવાસીઓ સાથે કોઇ અઘટટિત ઘટના બને નહીં તે માટે તંત્રએ તાત્કાલીક તુટેલી પાળીનું સમારકામ કરી આપવું જોઇએ અને આ બર્ડવોચિંગ ટાવરનું સંપુર્ણપણે રીનોવેશન કરી દેવું જોઇએ તેવી માંગણી અહીં આવતા પ્રવાસીઓ કરી રહ્યા છે એટલું જ નહીં પરંતુ અન્ય ટાવરમાં પગથીયા પણ ભાંગી ગયા હોવાથી પ્રવાસીઓને ચડવા–ઉતરવામાં ભારે પરેશાની વેઠવી પડે છે માટે તે અંગે પણ તંત્રએ સમારકામ કરાવવું જરૂરી બની ગયું છે

Comments

comments