પોરબંદરમાં જશ્ને ખ્વાજા ગરીબ નવાઝ નિમીતે ભવ્ય જુલુસ નીકળ્યું

March 14, 2019 at 2:17 pm


રાજકોટ સહિત દેશભરમાં જશ્ને ખ્વાજા ગરીબ નવાઝની ધુમ મચી છે. ઘરોમાં અને મસ્જીદોમાં ખાસ પ્રાથર્ના સાથે ન્યાઝના આયોજન થયા છે અને ઘણા શહેરોમાં જુલુસ કાઢવામાં આવ્યા છે. હિન્દુ મુસ્લીમ બિરાદરો એકતા સાથે આ જશ્ન મનાવી રહ્યા છે.
પોરબંદરમાં જશ્ને ખ્વાજા ગરીબ નવાઝ નિમીતે ભવ્ય જુલુસ નીકળ્યું હતું. પોરબંદરમાં જશ્ને ખ્વાજા ગરીબ નવાઝ નિમીતે ભવ્ય જુલુસ નીકળ્યું હતું. હઝરત ખ્વાજા ગરીબ નવાઝ જુલુસ કમીટી દ્વારા સફળ આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લીમ બિરાદરો તેમના ધંધા-રોજગાર બંધ રાખીને જોડાયા હતા. અજમેર િસ્થત દરગાહ હઝરત ખ્વાજા ગરીબ નવાઝ રદીઅલ્લાહો તઆલા અન્હોના ઉર્ષ શરીફ નિમીતે આજે પોરબંદરના રાજમાર્ગો ઉપર જુલુસ નીકળ્યું હતું. આ જુલુસ હઝરત મીરાપીર બાદશાહની દરગાહ શરીફથી એસ.વી.પી રોડ, હરીશ ટોકીઝ, રાણીબાગ, એમ.જી. રોડ, લીબર્ટી રોડ, મુસ્લીમ કન્યાશાળા થઈને હઝરત બુખારીશાહ બાપુની દરગાહ શરીફ પર સમાપ્ત થયું હતું. આ શાનદાર જુલુસમાં પોરબંદરના સાદાતે કીરામ, મસ્જીદના ઈમામ સાહેબો અને મુતવંીઆે, દારૂલ ઉલુમ ગૌષે આઝમના તલબા, તમામ મદ્રેસાઆે, મોઅઝઝીન સાહેબો, પોરબંદરની મુસ્લીમ સંસ્થાઆે, કમીટીઆે તથા જમાતના હોદ્દેદારો અને તમામ સુન્ની મુસ્લીમ બિરદારો આ જુલુસમાં જોડાયા હતા. જુલુસની સદારતમાં ખલીફ-એ-હુઝુર તાજુશ્શરીઆ, હાફીઝો કારી હઝરત સૈયદ સઆદતઅલી બાપુ ખાસ ઉપિસ્થત હતા. આ જુલુસને સફળ બનાવવા હઝરત ખ્વાજા ગરીબ નવાઝ જુલુસ કમીટીએ જહેમત ઉઠાવી હતી.

Comments

comments

VOTING POLL