પોરબંદરમાં ટ્રાફીક નિયમનો ભંગ કરનાર વાહનચાલકો સામે ડ્રાઇવ

September 10, 2018 at 2:33 pm


પોરબંદરમાં ટ્રાફીક નિયમનો ભંગ કરનાર વાહનચાલકો સામે ડ્રાઇવ યોજીને પોલીસની અનેકની ધરપકડ કરી છે.વાહનચાલકો સામે પગલાઆંબારામાની પારાવાળી સીમમાં રહેતો સવદાસ ઉર્ફે સવા વજશી મોઢવાડિયા, મીલપરા શેરી નં. 4માં રહેતો ભીમા જીવા આેડેદરા, રાણાકંડોરણાનો મેરખી ભુરા આેડેદરા, કલ્યાણપુરના રાણપરડા ગામનો રાજુ કેશવ અમર, બિરલા કોલોનીનો લખુ ઉર્ફે રાજુ ખીમા પરમાર વગેરે નશાની હાલતમાં બાઇક લઇને અલગ-અલગ જગ્યાએથી નિકળ્યા ત્éારે પોલીસે તેઆેને પકડી પાડયા હતા. માધવપુરના ગોવિંદ સાજણ મુછાળ અને માળીયાહાટીનાના ભંડુરીપ્લોટમાં રહેતા વિપુલ રમેશ દેત્રોજાએ ટ્રાફીકને અડચણરૂપ છકડો રીક્ષા પાર્ક કરતા માધવપુર થી તેની ધરપકડ કરવામાં આવી છે.
દારૂના ધંધાથ} સામે પગલા
ખારવાવાડની નાગરવાડા શેરી નં. 4માં રહેતા હસમુખ ઉર્ફે હસલો જાદવ ચામડીયા, સતાપરના બધુડીયા નેસમાં રહેતો પુજા મેરામણ કોડીયાતરને દારૂ સાથે પકડી લેવાયા છે. રાવલના બારીયાધારમાં રહેતો લખુ કરશન મારૂ કુણવદર ગામે ચાર રસ્તેથી બાઇકમાં દારૂ સાથે નિકળ્યો ત્યારે પોલીસે તેને પકડીને ર0140નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ગોઢાણાની પાંઉની સીમમાં હીરા અજા તથા પોપટ અજા એ દારૂના બે બાચકા (કીમત રૂા. 880)નો મુદ્દામાલ મુકી વિંઝરાણા ગૌશાળા પાસેથી નાશી છુટતા પોલીસે શોધખોળ હાથ ધરી છે. નવાગામ રાજપરના સુકા ઉર્ફે સુકી ભકન આેેડેદરાની વાડીના મકાનમાંથી 1360 રૂપિયાનો 68 લીટર દારૂ મળી આવ્éાે હતો અને આ મુદ્દામાલ તેણે મીતી ગામના અરજન નામના શખ્સ પાસેથી લીધાની કબુલાત કરતા તેની સામે પણ ગુન્હો નાેંધવામાં આવ્યો છે.

Comments

comments

VOTING POLL