પોરબંદરમાં ત્રણ સગીર દિકરીઆે ઉપર બળાત્કાર ગુજારનાર પિતાની ધરપકડ

September 10, 2018 at 2:34 pm


પોરબંદરમાં ત્રણ સગીર દિકરીઆે ઉપર બળાત્કાર ગુજારનાર પિતાની ધરપકડ કરવામાં આવી છે.પોરબંદરના છાંયા વિસ્તારમાં સાંઢીયાવાડમાં રહેતા શખ્સે પોતાની ત્રણ સગીરવયની દિકરીઆે ઉપર છેલ્લા પાંચ વર્ષથી અવાર-નવાર દુષ્કર્મ આચરીને કોઇને કહેશે તો મારી નાખવાની ધમકી આપતો હોવાથી અંતે તેનાથી કંટાળીને 1પ વર્ષની સૌથી મોટી દિકરીએ હીમત દાખવીને કમલાબાગ પોલીસ મથકમાં હેવાનઆચરનાર પિતા સામે પોકસો સહિતની કલમો હેઠળ ફરિયાદ નાેંધાઇ છે અને તેની આરોપી પિતાની ધરપકડ પણ પોલીસે કરી લીધી છે.
બનાવની વિગત મુજબ પોરબંદરના છાંયા વિસ્તારમાં સાંઢીયાવાડમાં રહેતા યુવાનની પત્ની નથી અને તેને સંતાનમાં 15, 14 અને 9 વર્ષની દિકરી સાથે રહેતો હતો ત્éારે છેલ્લા ર013ના વર્ષથી તેને પોતાની પુત્રીઆે ઉપર બળાત્કાર કરીને જાનથી મારી નાખવાની ધમકીઆે અનેક વખત આપી હતી.
આ યુવાનની 15 વર્ષની પુત્રીએ અંતે હીમત દાખવીને કમલાબાગ પોલીસ મથકમાં તેના પિતા સામે અનેક વખત તેની ઉપર અને તેની બહેનો ઉપર પિતાએ જ દુષ્કર્મ આચર્યો હોવાની ચાેંકાવનારી ફરિયાદ નાેંધાવતા તે વિસ્તારમાં પણ ચકચાર જાગી હતી અને પોરબંદરમાં આ પ્રકારનો બનાવ પણ પ્રથમ વખત બન્યાે હોવાનું જાણવા મળ્યું છે ત્યારે લોકોએ પણ આ શખ્સ સામે ફીટકાર વરસાવ્યો હતો. ત્રણેય પુત્રીઆે સગીરવયની હોવાથી જુનાગઢ ના સરકારી શીશુમંગલમાં ખસેડવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

Comments

comments

VOTING POLL