પોરબંદરમાં દારૂના ગુન્હામાં લાંબા સમયથી ફરાર બે આરોપીઆે ઝબ્બે

November 29, 2018 at 2:36 pm


પોરબંદરમાં દેશી-વિદેશીદારૂનું વેચાણ ઘણા શખ્સો કરતા હોય છે અને તે પૈકીના અમુક શખ્સો પોલીસને થાપ આપીને ઘણા સમયથી વોન્ટેડ છે. આવા ગુન્હાના બે આરોપીઆેને એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડે અલગ-અલગ જગ્યાએથી પકડી પાડયા છે. જે બન્ને સામે 13 ગુન્હાઆે નાેંધાયા હતા.

જુનાગઢના લીરબાઇપરા વિસ્તારમાં રહેતા જીવા સામત કોડીયાતર સામે પોરબંદર જીલ્લામાં દારૂના ગુન્હાઆે નાેંધાયેલા હતા જેમાં નવીબંદર પોલીસ સ્ટેશન, કુતિયાણા પોલીસ સ્ટેશન અને માધવપુર પોલીસ સ્ટેશનમાં નાેંધાયેલા ગુન્હાઆેમાં આ શખ્સ વોન્ટેડ હતો. તે જુનાગઢ ખાતે હોવાની ચોકકસ માહિતીના આધારે એસ.આે.જી.ના ઇન્ચાર્જ ઇન્સ. એન.કે. મણવર તથા હેડ કોન્સ. દિલીપભાઇ આેડેદરા, બટુકભાઇ વિંઝુડા, કીશનભાઇ ગોરાણીયા, મહેબુબખાન બેલીમ, પ્રફºલગીરી, કોન્સ્ટેબલ અશોકભાઇ ગાેંડલીયા, કૃણાલસિંહ ઝાલા, દેવેન્દ્રસિંહ, ડ્રાઇવર સુરેશભાઇ નકુમ વગેરેએ બાતમીના આધારે જુનાગઢ જઇને જીવા કોડીયાતરને પકડી પાડયો હતો.

તે ઉપરાંત બરડા ડુંગરના કોઠાવાળા નેશમાં રહેતા રૈéા જીવા ગુરગુટીયા નામના યુવાન સામે રાણાવાવ, ઉદ્યાેગનગર, બગવદર પોલીસ સ્ટેશનમાં 10 જેટલા ગુન્હાઆે નાેંધાયા હતા અને તે પણ નાસતો ફરતો હતો તેથી પેરોલ ફર્લો સ્કવોડના પી.એસ.આઇ. બી.વી. પંડયા તથા અરવિંદભાઇ સવનીયા, જેઠાભાઇ મોઢવાડિયા, પીયુશભાઇ સીસોદીયા વગેરેએ આ શખ્સ કોલીખડા ચાર રસ્તે આવ્યો હોવાની માહિતીના આધારે વોચ ગોઠવીને તેને પકડી પાડયો હતો.

Comments

comments

VOTING POLL