પોરબંદરમાં દારૂના ધંધાથ}આે અને વાહનચાલકો સામે કાર્યવાહી

September 12, 2018 at 2:00 pm


પોરબંદર જીલ્લામાં દારૂના ધંધાથ}આે અને ટ્રાફીક નિયમનો ભંગ કરનાર વાહનચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે.
વાહનચાલકો સામે પગલારાણાવાવ બસસ્ટેશન પાસે રહેતા સાયરોજ કમરૂદીન પોપટીયા રાણાકંડોરણાના હરીશ મેરામણ રાતીયા, જુનાગઢના જાલણસરના ભરત ધનજી હીરપરાએ ટ્રાફીક નિયમનો ભંગ કરીને જોખમી રીતે તથા પીધેલી હાલતમાં અને ટ્રાફીકને અડચણરૂપ વાહન પાર્ક કરતા ગુન્હા નાેંધવામાં આવ્યા છે. તે ઉપરાંત વડાળા ગામના અશોક ગોવિંદ છૈયાએ એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, રોધડા ગામેથી તે ડમ્ફર લઇને નિકળ્યો ત્યારે અશોક ટ્રક ના ડ્રાઇવર જયવિર રામશરણસિંઘે બેફીકરાઇથી તેનો ટ્રક ચલાવી અશોકના ટ્રક સાથે અથડાવ્યો હતો.
દારૂના ધંધાથ} સામે કાર્યવાહી
વિરડીપ્લોટ વણકરવાસના માલદે હીરા મકવાણા, છાંયા વણકરવાસના જેન્તી માલદે શીગરખીયાને દારૂ સાથે પકડી લેવાયા હતા. જેન્તીને દારૂ પુરો પાડનાર દેવા ખીમા જાડેજા સામે પણ ગુન્હો નાેંધવામાં આવ્યો છે. છાંયા જુના વણકરવાસના કોમ્યુનીટી હોલ પાસે રહેતા અનિલ ઉર્ફે ટોકીયો ભીમા શીગરખીયા દારૂની પ0 કોથળી સહિત પ00ના મુદ્દામાલ સાથે પકડાયો હતો. તે ઉપરાંત પાતા ગામે હાઇવે ઉપર રહેતા અશોક ઉર્ફે કારો રામદે મોકરીયાને પલ્સર બાઇકમાં દારૂની પ0 કોથળી સહિત 15500ના મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવ્યો હતો.

Comments

comments

VOTING POLL