પોરબંદરમાં દેશી-વિદેશીદારૂના ધંધાથ}આે ઉપર પોલીસ ત્રાટકી

December 6, 2018 at 2:14 pm


પોરબંદરમાં દેશી-વિદેશીદારૂના ધંધાથ}આે ઉપર પોલીસ ત્રાટકી હતી અને હજારો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વિદેશીદારૂના દરોડા
સિતારામનગર પાસે પોલીસને જોતા બે શખ્સો મોપેડ અને હીરોહોન્ડા મુકીને નાશી છુટયા હતા. 1700 રૂપિયાની દારૂની બે બોટલ સહિત બે વાહન મળી કુલ રૂા. 61,700નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.
દેશીદારૂની ભઠ્ઠી ઉપર દરોડો
પોરબંદરના એસ.પી. પાથર્રાજસિંહ ગોહીલની સુચના અનુસાર એલ.સી.બી. પી.આઇ. ચુડાસમાના માર્ગદર્શન નીચે કોન્સ. વિપુલભાઇ બોરીચા અને હોથીભાઇ મોઢવાડિયાએ બાતમીના આધારે બરડા ડુંગરના સરમણી કેડી આગળ પાણીના ઝરમાં દરોડો પાડતા કાટવાણાના મેરા દાના રબારીએ દારૂની ભઠ્ઠી ચલાવી હોવાની માહિતી મળી હતી આથી દરોડો પાડતા મેરો હાજર મળી આવ્યો ન હતો પરંતુ 195 લીટર દારૂ, ત્રાંબાની નળી, ભઠ્ઠીના સાધનો સહિત 6980નો મુદ્દામાલ મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. તે ઉપરાંત પોલીસે ખારવાવાડ હોળીચકલાના મિલન નારણ બાદરશાહીને ર00 રૂપિયાના 10 લીટર દારૂ સાથે પકડી પાડયા બાદ વેચાણ કરવા આપનાર હીરેન ઉર્ફે કાલુ વોરા સામે ગુન્હો નાેંધી દીધો છે. આંબેડકરનગરના સુરેશ સોમા મારૂને દારૂના એક બાચકા સાથે પકડી લેવાયો હતો તે ઉપરાંત ભડ ગામના કાના ગોવિંદ ડાકીને દારૂ સાથે પકડી લીધા પછી મદદગારી કરનાર કાના રીણા નામના ગરેજના શખ્સ સામે ગુન્હો નાેંધવામાં આવ્éાે છે. હાલ વિસાવાડા રહેતા દિપન માનજી જયલાલમાનજીને દારૂ સાથે પકડી લેવાયો હતો. જયારે બોખીરાના ફºલવાડી વિસ્તારનો કેશુ ચના કડછા હાજર મળી આવ્યો ન હતો. દારૂ કબ્જે કરવામાં આવ્યો હતો.
કુછડીમાં મકાનમાંથી દારૂની મહેફીલ મળી
પોરબંદરના કુછડી ગામે રામદે જીવા આેેડેદરાના મકાનમાં દારૂની મહેફીલ ચાલુ હોવાની માહિતીના આધારે હાર્બર મરીન પોલીસ સ્ટેશને દરોડો પાડતા રામદે ઉપરાંત કેશુ અરભમ કુછડીયા, આવડા ચના આેડેદરા, ભરત દેવશી આેડેદરા અને પરબત અરશી કુછડીયા વગેરેેને દારૂ, પાંચ ગ્લાસ સહિત મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવ્યા હતા.

Comments

comments

VOTING POLL