પોરબંદરમાં ધર્મશાળાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માંગણી

February 3, 2018 at 1:10 pm


પોરબંદરમાં ધર્મશાળા નહીં હોવાને કારણે પ્રવાસીઓને સુદામા મંદિરના દરવાજે સુવુ પડતુ હોવાનો કીસ્સો બન્યા બાદ હવે અનેક સંસ્થાઓ જાગી છે જેમાં મહારાણા મીલ્સ રાષ્ટ્ર્રીય કામદાર સંઘે પણ કલેકટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા માંગ કરી છે.
સંઘના પ્રમુખ રાજશીભાઇ પરમાર સહિત ઉપપ્રમુખ હરભમભાઇ મૈયારીયા, મંત્રી ગોવિંદભાઇ સિંધવ અને ખજાનચી ધીરૂભાઇ ઠકરારે જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું હતું કે, પોરબંદરના ભવ્ય ભુતકાળાં જમનાબાઇ ધર્મશાળા શેઠ ગોપાલજી કાનજી ધર્મશાળા, રેલ્વે સ્ટેશન ધર્મશાળા, હરિ સિનેમા પાસે સાધુ માટે રેઇન બેસરા, ધર્મશાળા મુસ્લિમ રેઇન બસેરા (મુસાફર ખાના) વિગેરે જેમાંથી અમુક વેચાઇ ગયેલ છે. અમુક બધં કરી દેવમાં આવેલ છે. ફકત મુસ્લિમ મુસાફર ખાના એક જ ચાલુ છે. યાત્રીઓને રહેવા કોઇ સુવિધા નથી. અન્ દરેક શહેરોમાં હોય છે. કીર્તિમંદિરમાં જ દરરોજ રપ૦૦ યાત્રીકો આવે છે.
યાત્રાધામ સોમનાથ મહાદેવ અને દ્રારકાધીશ મંદિર (દ્રારકા) વચ્ચે આવતું પોરબંદર કીર્તિમંદિર સુદામાપુરી હોવાથી રાત્રી રોકાણ પોરબંદરમાં કરવું પડે છે. અહીંયા કોઇ રહેવાની સુવિધા ન હોવાથી વાહનો તથા બસોમાં આવતા યાત્રાળુ મુસાફરોએ સુદામાચોકના ખુલ્લા પ્લોટમાં ઠંડી અને વરસામાં રહેવું પડે છે. જે પૂજય બાપુ અને સુદામાનગરીની અસુવિધાઓ ખોટો સંદેશ લઇને યાત્રીઓ જાય છે, જે એક સનાતન સત્ય અને ગૌરવવંતા પોરબંદર માટે દુ:ખદ બાબત છે.
પોરબંદર સુદામાજી મંદિરના પૂર્વ દક્ષિણ તરફની લેબોરેટી સાઇડમાં અતિથિ ગૃહ (ધર્મશાળા) બની શકે તેમ છે. શહેરની મધ્યમાં હોવાથી યાત્રીઓને પણ અનુકુળ પડે તેમ છે. ભુતકાળમાં સુદામાજીમાં તોફાની ગંદકી કરનાર શખ્સોને હાંકી કાઢી ફત્પલ, ઝાડ, બગીચો, બનાવી વૃક્ષો વાવી ઓટલા બનાવી મુસાફરો તથા શહેરીજનોનીી સુવિધા વધારનાર મામલતદાર ગોહેલને આજે પણ લોકો યાદ કરે છે.
ઉપરોકત પૂર્વ દક્ષિણ સાઇડમાં પોરબંદરના વેપારી કપીલભાઇ કોટેચા જેઓ રાજકીય, સામાજીક, ચેમ્બર ઓફ કોમર્સ તેમજ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલ છે. જેથી કપીલભાઇ તેમના ટ્રસ્ટ મારફત સુવિધાસભર અતીથીગૃહ (ધર્મશાળા)નો બાંધકામના તેમજ તેમનું સંચાલન કરવા પણ સક્ષમ છે. પોરબંદરની આન, બાન અને શાન વધે અને યાત્રીઓને સુવિધા મળે તેવો નિર્ણય લઇ સુવિધાના સહભાગી બની યોગ્ય નિર્ણય કરવા માટે માંગ કરી છે.
સામાજીક કાર્યકરની રજુઆત
સામાજીક કાર્યકર દિલીપ મશરૂએ પણ કલેકટરને રજુઆત કરતા જણાવ્ું છે કે, પોરબંદર શહેરમાં આવેલા જુદા–જુદા ધાર્મિક સ્થળો અને દેવદર્શન માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ઘસારો હોય, સુદામાજી, કીર્તિમંદિર, હરિમંદિર, ભારત મંદિર, તારા મંદિર, ચોપાટી સહિત અનેક નાના–મોટા તીર્થ સ્થળો આજુબાજુના વિસ્તારોમાં આવેલા છે ત્ારે કોઇ સરકારી ધર્મશાળા ન હોવાથી પ્રવાસીઓ કડકડતી ઠંડીમાં બહાર સુવું પડે છે, આ બાબત ખુબ જ શરમજનક હોય જેથી તાત્કાલીક કામચલાવ ધોરણે સુદામાજીના પરિસરમાં આવેલ હોલનો ઉપયોગ બહારથી આવતા પ્રવાસીઓ માટે સુવા માટે ફાળવવા તાત્કાલીક મામલતદાર પોરબંદરને જરૂરી સુચનાઓ આપવા અને કાયમી ધોરણે સરકારી ધર્મશાળા બહારથી સેકડો પ્રવાસીઓ અહીં આવતા હોય તેના માટે જરૂરી સુવિધા વાળી અને સલામતીવાળી જગ્યા ફાળવવા આ દિશામાં નકકર કાર્યવાહી સરકારી રાહે વહેલીતકે કરવા કરવી જોઇએ. પોરબંદરનું નામ વિશ્ર્વભરમાં મોહનદાસ કરમચદં ગાંધીના કારણે વિશ્ર્વમાં વિખ્યાત હોય જેથી પોરબંદરનું નામ દેશ–દુનિયામાં રોશન થાય તે પ્રકારની વ્યવસ્થા માટે પોરબંદરમાં ધર્મશાળા જરૂરી છે તેવી પણ રજુઆત કરી છે.

Comments

comments