પોરબંદરમાં પાલક માતા-પિતા યોજનાના લાભાથીઆેને કાર્ડ કાઢી અપાયા

November 7, 2019 at 1:54 pm


Spread the love

પોરબંદરમાં પાલક માતા-પિતા યોજનાના લાભાથ}આેને કાર્ડ કાઢી અપાયા હતા.
પોરબંદર જીલ્લાના પાલક માતા-પિતા યોજનાના લાભાથ} અનાજ બાળકોને માં વાત્સલ્ય, અમૃતમ કાર્ડનો લાભ આપવા માટે કેમ્પ યોજાયેલ હતો. જીલ્લા બાળ સુરક્ષા એકમ પોરબંદર દ્વારા પાલક માતા-પિતા યોજનાનો લાભ લેતા બાળકો માટે ભવિષ્યમાં તાત્કાલીક આરોગ્યલક્ષી જરૂરીયાત ઉભી થાય તો ખાનગી અને સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર લઈ શકે અને પાલક વાલી ઉપર આિથર્ક બોજ ન પડે તે હેતુથી જીલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જે આ અનાથ બાળકો 18 વર્ષથી નાની વયના તમામને કોઈપણ જાતની આવકના દાખલા કે રેશનકાર્ડના પુરાવા વગર મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડ કાઢી આપવાનું સુચન કરેલ.
જીલ્લા બાળસુરક્ષા અધિકારી અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી પોરબંદરના સંકલનમાં રહી જરૂરી માહિતી અને માર્ગદર્શન મેળવી જીલ્લા બાળ સુરક્ષા એકમની ટીમ અને આરોગ્ય વિભાગની ટીમ પોરબંદર દ્વારા તાલુકા આરોગ્ય આેફિસ-કુતિયાણા ખાતે કેમ્પનું આયોજન કરી રાણાવાવ અને કુતિયાણા તાલુકાના કુલ 53 બાળકોને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. તેમજ આ કેમ્પમાં બાળકો અને વાલી મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડ અને તેમની આરોગ્યલક્ષી જરૂરીયાત વિષય વિગત વાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.