પોરબંદરમાં પેટ્રાેલપંપ પર તોડફોડના કેસમાં વધુ એક શખ્સના આગોતરા જામીન મંજુર

January 25, 2019 at 2:38 pm


પોરબંદરમાં પેટ્રાેલપંપ પર તોડફોડના કેસમાં વધુ એક શખ્સના આગોતરા જામીન કોર્ટે મંજુર કર્યા છે.

પોરબંદર શહેરના પવનભાઈ ગોવિંદભાઈ તોરણીયાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એ મુજબની ફરિયાદ લખાવેલી કે તેઆે પોતાના ઘરે સુતા હતા ત્યારે પેટ્રાેલપંપના ચોકીદાર લીલા એભા કડછાનો મારા મોબાઈલમાં રાતના આશરે બે વાગ્યે ફોન આવેલો અને વાત કરેલ કે એક સફેદ કલરની સ્કોપ}યો ગાડીમાં ત્રણ અજાÎયા માણસો આવેલા હતા અને તોડફોડ કરી ગયેલ છે, જેથી તમે જલ્દી આવો. તેમ વાત કરતા તેઆે તુરંત પેટ્રાેલપંપ પર પહાેંચ્યા ત્યારે ચોકીદારે વાત કરેલ કે એક સફેદ કલરની સ્કોપ}યો ગાડી લઈને ત્રણ અજાÎયા માણસો આવેલા અને પેટ્રાેલપંપની આેફિસનો કાચનો દરવાજો એકદમ ખેંચી અને ભટકાડવા લાગેલા. એટલે આ શું કરો છો ં તેમ પૂછતા તે લોકો દરવાજો ખેંચી તોડી અંદર આવી કહેલ કે ”પવન ક્યાં છે ં” ત્યારે ચોકીદારે પવન ઘરે હોવાનું જણાવતા ત્રણે જણાએ ગેસના બાટલાથી આેફિસમાં તથા ãયુઅલ મશીનમાં તોડફોડ કરવા લાગ્યા હતા. જે મુજબની ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નાેંધી આગળની તપાસ ચાલુ કરતા આ ગુન્હાના કામે આરોપી વનરાજ રામભાઈ ભુતિયા, ચેતન ગજેન્દ્ર તથા એક બાળઆરોપીની ધરપકડ કરેલી અને ચીફ કોર્ટમાં રજુ કરેલા.

ત્યારબાદ પોલીસે આ કામે વધુ કલમનો ઉમેરો કરી આ ગુન્હામાં અન્ય વ્યિક્ત કરણ દેવશીભાઈ પરમાર તથા અન્ય વ્યિક્તઆે પણ સંડોવાયેલા છે એવી દલીલ રજુ કરી અટક કરાયેલા આરોપીના ત્રણ દિવસના રીમાન્ડની માંગણી કરેલી. જે કોર્ટે નામંજુર કરી આરોપીઆેને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરેલો.

ત્યારબાદ પોલીસે હાલના અરજદાર કરણ દેવશીભાઈ આેડેદરાને ધરપકડ કરવા તજવીજ કરેલી જેથી અરજદારે પોતાના વકીલ એમ.જી. શીગરખીયા મારફત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી દાખલ કરેલી જેની સુનવણી રાખવામાં આવતા અરજદારના વકીલ દ્વારા એવી દલીલ રજુ કરવામાં આવેલી કે આરોપી ઉપરોક્ત ગુન્હામાં ક્યાંય સંડોવાયેલા નથી કે બનાવ સ્થળે તેમની ક્યાંય હાજરી નથી. તેમજ એફ.આઈ.આર. માં જે ત્રણ ઈસમોની વિગત આપવામાં આવલી છે તે ત્રણે ઈસમોની પોલીસે ધરપકડ કરેલી છે જેમને ચીફ કોર્ટે જામીન ઉપર મુક્ત કરેલા છે. તેથી પોલીસ આરોપીને ઉપરોક્ત ગુન્હામાં ખોટી રીતે સંડોવવા માંગે છે. ઉપરોક્ત દલીલો માન્ય રાખી ડિસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા અરજદારના આગોતરા જામીન મંજુર કરવાનો હુકમ કરવામાં આવેલો.

આ કામમાં અરજદાર વતી જે.પી. ગોહેલની આેફિસવતી એડવોકેટ એમ.જી. શીગરખીયા, નિલેષ જી. જોષી, પંકજ બી. પરમાર, વિનોદ જી. પરમાર, જિજ્ઞેશ એમ. ચાવડા તથા રાહુલ એમ. શીગરખીયા રોકાયેલા હતા.

Comments

comments

VOTING POLL