પોરબંદરમાં પ્રસુતાના અપમૃત્યુ કેસમાં ડોકટર સાથે વળતરની થયેલી ફરિયાદ રદ

April 22, 2019 at 3:00 pm


પોરબંદરમાં પ્રસુતાના અપમૃત્યુ કેસમાં ડોકટર સાથે વળતરની થયેલી ફરિયાદ રદ કરવામાં આવી છે.
પોરબંદર તાલુકાના ભારવાડા ગામે રહેતા સામતભાઈ દ્રારા તેની પુત્રવધુનું મૃત્યુ ડો. ગોહેલની બેદરકારીથી થયેલ હોવાનું જણાવી ગ્રાહક સુરક્ષા ફોરમમાં ડો. ગોહેલ સામે રૂપીયા ૧૦ લાખનું વળતર માંગતી ફરિયાદ દાખલ કરેલી હતી. તેના અનુસંધાને ડો. ગોહેલ વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દિપકભાઈ લાખાણી તથા ભરતભાઈ લાખાણી દ્રારા જવાબ આપવામાં આવેલ હતો અને ત્યારબાદ આખરી સુનાવણી થતા અને તે વખતે દલીલમાં જણાવેલ કે ફરિયાદી કોઈ મેડીકલ વિષયના જાણકાર નથી અને અન્ય કોઈ એકસપર્ટ ડોકટર દ્રારા ડો. ગોહેલની ભૂલ હોવાનું કોઈ અભિપ્રાય લીધેલ નથી. અને ડો. ગોહેલ પોરબંદરમાં છેલ્લા ચાલીસ વર્ષથી ગાયનેકોલોજીસ્ટ તરીકે કામગીરી કરી રહેલ છે અને તે રીતે જે કોઈ સારવાર કરેલ છે તે શ્રે સારવાર આપેલ છે. એટલું જ નહીં, મેડીકલ હિસ્ટ્રી મુજબ યારે દરદીને દવાખાને લાવ્યા તે પહેલા દોઢ કલાકથી ખૂબ જ આંચકી આવતી હતી. એટલું જ નહીં, મૃત્યુ બાદ પણ જો ડોકટરનો વાંક હોય તેવું સગાવહાલા માનતા હોત તો સરકારી દવાખાનામાં પી.એમ. પણ કરાવી શકયા હોત પરંતુ તેવું કાંઈપણ કરેલ નથી. અને તે રીતે ડોકટરની બેદરકારી હોવાનું રેકર્ડ ઉપર ફલીત થતું નથી. એટલું જ નહીં, ફાઈનલ દલીલ વખતે પણ સુપ્રિમ કોર્ટ દ્રારા આપેલા જજમેન્ટ રજુ કરી આવા કિસ્સામાં માર્ગદર્શક સિદ્ધાંતો આપેલો હોય અને તે મુજબ હાલના કિસ્સામાં ફરિયાદી ડોકટરની બેદરકારી હોવાનું સાબિત કરી શકેલ ન હોય અને તે રીતે ગ્રાહક સુરક્ષા ફોરમના પ્રમુખ જજ વાય.ડી. ત્રિવેદી દ્રારા વિગતવારનું જજમેન્ટ આપી ડોકટર ગોહેલ સામેની ફરિયાદ અરજી રદ કરેલ છે.
આ કામમાં પોરબંદરના એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી તથા હેમાંગ ડી. લાખાણી રોકાયેલા હતા.

Comments

comments