પોરબંદરમાં પ્રેમી ઉપર પ્રેમીકા સહિત પરિવારજનો દ્વારા હુમલો

April 17, 2019 at 1:28 pm


પોરબંદરના રીક્ષાચાલક પ્રેમી યુવાન ઉપર પ્રેમીકા સહિત પરિવારજનો દ્વારા રોડ ઉપર ધોકા અને ઢીકાપાટુનો માર મારીને હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બોખીરાના રિલાયન્સ પેટ્રોલપંપ નજીક ગોકુલધામમાં રહેતા અતુલ શિવલાલ બારડ નામના રીક્ષાચાલક યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેને કુંભારવાડમાં રહેતી જયશ્રી ખીમાભાઇ ડાકી સાથે પ્રેમસબંધ હોવાથી તે અંગેની ખબર ખીમાભાઇ ડાકી, ઢેલીબેન ડાકી અને વિજય ડાકીને પડી જતાં તેનું મનદુ:ખ રાખ્યું હતું અને પાલી હોટલ સામેથી અતુલ નિકળ્યો ત્‌યારે ઢેલીબેન ડાકીએ ધોકાવડે અને જયશ્રી, ખીમા અને વિજયે ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્‌યું છે.

Comments

comments

VOTING POLL