પોરબંદરમાં ફાયર સેટીની સુવિધા વગરના બાંધકામોને સીલ કરો કે તોડી પાડો

May 25, 2019 at 2:05 pm


સુરતમાં ફાયર સેટીની સુવિધા વગરના બિલ્ડીંગમાં આગ લાગતા અનેક વિધાર્થીઓ ભડથું થઈ ગયા હતા ત્યારે પોરબંદરમાં પણ ફાયર સેટીની સુવિધા વગરના બાંધકામોને સીલ કરવા અથવા તોડી પાડવાની માંગણી સાથે સામાજીક કાર્યકરે રજુઆત કરી છે.
પોરબંદરના સામાજીક કાર્યકર જયેશભાઈ હેમરાજ સવજાણીએ જિલ્લા કલેકટર તથા રાયના મુખ્યમંત્રીને લેખિત આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે કે ગુજરાત રાયના વિકસીત શહેર સુરતમાં ૪ થા માળે ગેરકાયદેસર બાંધકામ કરી તક્ષશીલા કોમર્શીયલ બિલ્ડીંગમાં ફાયર સેટીની સુવિધા વગર ટુશન કલાસીસ શરૂ કરી દેવામાં આવેલા હતા. જેના કારણે આગની દુર્ઘટના સર્જાયેલ. અંદાજે ૨૦ થી વધુ બાળકોના કમકમાટીભર્યા મોત થયેલ અને બાળકોના ભોગ લેવાયેલ છે. અને આ ગેરકાયદેસર બાંધકામના કારણે ફાયર સેટીની સુવિધા ન હોવાના કારણે આ કરૂણ ઘટના બનવા પામેલ છે.
પોરબંદર શહેરમાં આવા અનેક ગેરકાયદેસર બાંધકામો તેમજ ફાયર સેટીની સુવિધા વગર ઊભા કરી દેવામાં આવેલ છે. જેમાં સત્તાધીશો તેમજ અધીકારીઓની મીલીભગતના કારણે આવા ગેરકાયદેસર બાંધકામો ઉભા કરાયેલ છે તેવો ગંભીર આક્ષેપ કરીને ઉમેર્યું છે કે ભવિષ્યમાં પોરબંદર શહેરમાં સુરત જેવો બનાવ બને નહીં તેના માટે તાત્કાલીક અસરથી જવાબદારો સામે પગલા ભરી આવા ફાયર સેટીની સુવિધા વગરના તેમજ ટાઉન પ્લાનિંગના નિયમ વિરૂદ્ધના ઉભા કરાયેલ બાંધકામોને તાત્કાલીક સીલ કરવા તેમજ તોડી પાડવા તેવી માંગણી છે.
પોરબંદર શહેરની નાની–નાની ગલીઓમાં વિકસીત શહેર છે કે યાં આવો કોઈ આગનો બનાવ અગર તો ભયંકર કોઈ દુર્ઘટના સર્જાય તો ત્યાં સુધી ફાયર બ્રિગેડના વાહનો પણ પહોંચી ન શકે તેમજ અન્ય કોઈપણ બચાવની કાર્યવાહી હાથ ધરી શકાય તેવા કોઈ પહોળા રસ્તાઓ કે અન્ય સુવિધાઓ નથી. આમ છતાં નગરપાલિકાના સત્તાધીશો આવા ગેરકાયદેસર ટાઉન પ્લાનિંગ નિયમ વિરૂદ્ધના ફાયર સેટીની સુવિધા વગરના બાંધકામ કરતા બિલ્ડરોને જાણે પીળો પરવાનો આપી દીધેલ હોય તે રીતે તેઓની મીઠી નજર તળે બાંધકામ ઉભા કરી દીધેલા છે તેવો ગંભીર આક્ષેપ કરીને વધુમાં ઉમેર્યું છે કે પોરબંદર શહેરની ભૌગોલીક સ્થિતિ ધ્યાનમાં રાખી આવા ગેરકાયદેસર બાંધકામો તેમજ ફાયર સેટીની સુવિધા વગરના બાંધકામો તોડી પાડવા જોઈએ તેમજ જવાબદાર તમામ બિલ્ડરો, અધીકારીઓ સામે ફોજદારી રાહે પગલા ભરવા જોઈએ તેવી અમારી માંગણી છે. અને ભવિષ્યમાં આવો કોઈપણ બનાવ પોરબંદર શહેરમાં બનશે તો તેની તમામ જવાબદારી સરકારની રહેશે તેમ પત્રના અંતમાં જયેશભાઈ સવજાણીએ જણાવ્યું છે.

Comments

comments

VOTING POLL