પોરબંદરમાં બાઇકમાં દારૂના 6 બાચકા લઇ જઇ રહેલા બે ઝડપાયા!

May 7, 2018 at 1:21 pm


પોરબંદરમાં બાઇકમાં દારૂના 6 બાચકા લઇ જઇ રહેલા બે ઝડપાયા છે.પોરબંદર એલસીબીની ટીમ પેટ્રાેલીગમાં હતી ત્યારે ખારવાવાડના જુનારામાપીર મંદિર પાસે રહેતા ચીરાગ ઉર્ફે નાનોકીલુ કાનજી ગીરનારી ઉવ. ર1 અને ઝુરીબાગ શેરી નં. 14માં રહેતો કેવલ દેવજી જુંગી આ બે શખ્સો દારૂના 150 લીટરના છ બાચકા (કીમત રૂા. 3000) સાથે એક મોબાઇલ લઇને બાઇક ઉપર નિકળ્યા ત્યારે બન્નેને પકડી પાડયા હતા. 44000નો મુદ્દામાલ કબ્જે કરીને પુછપરછ કરવામાં આવતા આ દારૂ આદિત્યાણાના રૈયા જીવા રબારી પાસેથી લીધાની કબુલાત કરતા તેની સામે પણ ગુન્હો નાેંધી દેવાયો છે.

ખારવાવાડમાં વિદેશી દારૂનો જથ્થાે મૂકી શખ્સ નાસી ગયો

પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં પોલીસ પેટ્રાેલીગ કરી હતી તે દરમિયાન લંકેશ્વર મંદિર પાસે રીતેશ નાથાલાલભાઈ વાંદરીયા નામનો શખ્સ પોલીસે જોઈ જતા વિદેશી દારૂની 24 બોટલો ભરેલી બે પેટી કિં. રૂા. 7200 નો મુદ્દામાલ ત્યાં જ મૂકી નાસી ગયો હતો. પોલીસે દારૂનો જથ્થાે કબ્જે કરી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL