પોરબંદરમાં બાઇક ઉપર તલવાર લઇને નિકળેલા પ્રાૈઢની ધરપકડ

November 29, 2018 at 2:34 pm


પોરબંદરમાં બાઇક ઉપર તલવાર લઇને નિકળેલા પ્રાૈઢની ધરપકડ કરવામાં આવી છે.

મુળ ભાવનગરના મહુવા પંથકના સથરા ગામે રહેતો અને હાલ પોરબંદરના રામાપીર મંદિર પાસે નારણસર તળાવ વિસ્તારમાં રહેતો સહદેવસિંહ ઉર્ફે સહદેવભારથી વિરૂભા વાળા ર0 હજારના બાઇકમાં 100 રૂપિયાની તલવાર લઇ છાંયાચોકી ચાર રસ્તેથી નિકળ્યો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો.

દારૂના દરોડા

પોરબંદરના ઉદ્યાેગનગર ઘાસગોડાઉન પાછળ રહેતી સાઇરાબેન આમદશા રફાઇ ઘરે હાજર મળી આવી ન હતી પરંતુ તેના બાથરૂમમાંથી દારૂના કેન, ગેસનો બાટલો, આથાે, દારૂ બનાવવાના સામાનમાં બોઇલર બેરલ સહિત કેરબો મળી કુલ રરપ1નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. તે ઉપરાંત ખાગેશ્રીનો જીતેશ ઉર્ફે જીતુ વેજા મકવાણા બાઇકમાં 14 લીટર દારૂ લઇ ધ્રુવાળા પાટીયા પાસેથી નિકળ્યો ત્યારે પોલીસે તેને પકડીને 1પર80નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રાણાવાવ વાઘડીયાવાસનો પોપટ વિરા ચૌહાણ નાસી ગયો હતો પરંતુ પોલીસે 100 રૂપિયાનો દારૂ કબ્જે કર્યો હતો. કુછડીના વાડીવિસ્તારમાં રહેતો ખીમા મેણંદ કુછડીયા ઘરે હાજર ન હતો પરંતુ પોલીસે તેના મકાનમાંથી આથાે ભરેલ પતરાના ડબ્બા, કેરબા સહિત 410નો મુદ્દામાલ કબ્જે કરીને ગુન્હો નાેંધ્યો હતો. છાંયા મહેરસમાજ પાછળ રહેતો અલ્તાફ અબ્દુલ પઠાણને દારૂની ર6 કોથળી સહિત પર0ના મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવ્éાે હતો.

Comments

comments

VOTING POLL