પોરબંદરમાં બિનખેતી પ્લોટની એન્ટ્રી બાબતે ભારે મુશ્કેલી

February 3, 2018 at 1:12 pm


પોરબંદર જિલ્લામાં સીટી સર્વે કચેરીમાં બિનખેતીના પ્લોટની એન્ટ્રી કરાવવા બાબતે પડતી મુશ્કેલી અંગે ઉગ્ર આંદોલનની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.
પોરબંદરના નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને બોન્ડ રાઈટર મુકેશભાઈ દત્તાએ સરકારને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં બોખીરા, ખાપટ, ધરમપુર, છાંયાના બિનખેતી થયેલા પ્લોટોની એન્ટ્રી તા. ૧૫૧૧૧૫ થી બધં થયેલ છે. બીજા જિલ્લાઓમાં આ એન્ટ્રીઓ બે નંબરમાં પાડી દેવામાં આવે છે. સીટી સર્વેમાં આ બધી એન્ટ્રીઓ નાખવામાં ખૂબ જ સમય લાગશે. આજે ત્રણ વર્ષ પછી પણ આ કામ થઈ શકેલ નથી તો યાં સુધી સીટી સર્વેમાં આ વ્યવસ્થા ન ગોઠવાય ત્યાં સુધી બે નંબર અથવા ૬ નંબર અને ૮ નંબરમાં એન્ટ્રીઓ પાડી દેવા માંગણી છે.
કેમ કે, તાજેતરમાં જ એક કિસ્સામાં પતિ અને પત્નીના નામે એક પ્લોટ હોય જેમાં પત્નીનું મૃત્યુ થતા ત્યારબાદ તેની વારસાઈ ન પડવાને કારણે તેમનો પ્લોટ કોઈ લેતું નથી. કારણ કે ટાઈટલ કલીયર થઈ શકતું નથી. બીજો એક કિસ્સો બોખીરાના પછાત વિસ્તારનો છે તેમણે સોદો કરી લીધેલ વારસાઈ એન્ટ્રી ન પડતી હોવાના કારણે તે ગરીબ કુટુંબ હેરાન થઈ ગયેલ છે, આવા તો અનેક કિસ્સાઓ છે. જેથી જે લોકો આ પ્રશ્ને પીડાતા હોય તે લોકો તેમનો સંપર્ક કરી શકશે અને આવા લોકોની આગેવાની લઈ ઉગ્ર લડત ચલાવવાની તૈયારી પણ મુકેશભાઈ દત્તાએ દર્શાવી છે

Comments

comments

VOTING POLL