પોરબંદરમાં બી.એડ.–એમ.એડ.ના એડમીશન માટે હેલ્પલાઇન શરૂ

April 20, 2019 at 1:36 pm


પોરબંદરમાં બી.એડ.–એમ.એડ.ના એડમીશન માટે હેલ્પલાઇન શરૂ થઇ છે.
ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી બી.એડ., એમ.એડ. મધ્યસ્થ પ્રવેશ સમિતિ દ્રારા બી.એડ. અને એમ.એડ.ની પ્રવેશ જાહેરાત ર૦૧૯–ર૦ પ્રસિદ્ધ થઇ છે. બી.એડ.–એમ.એડ. પ્રવેશ માટે ઓનલાનઇ પ્રવેશ માટે તા. ૧૬૪ર૦૧૯ થી તા. ૧૧પર૦૧૯ સુધી ફોર્મ ભરવા માટે વેબસાઇટ પરથી પ્રવેશ ફોર્મની પ્રિન્ટ, જરૂરી ડોકયુમેન્ટ બી.એડ.–એમ.એડ. કોલેજમાં સબમીટ કરી ઉમેદવારી નોંધાવી શકાશે. જેમણે ટી.વાય.ની પરીક્ષા આપી છે તે કોલેજો આવેલી છે. જેમાં ડો.વી.આર. ગોઢાણીયા બી.એડ. અને સરકારી આર.જી.ટી. કોલેજમાં બે વર્ષીય રેગ્યુલર બી.એડ. અને એમ.એડ. બબન્ને અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. કોલેજના પ્રિન્સીપાલ ડો. હિનાબેન ઓડેદરાના જણાવ્યા મુજબ ડો. વી.આર. ગોઢાણીયા બી.એડ. કોલેજ ખીજડીપ્લોટ ખાતે બી.એડ. એમ.એડ. પ્રવેશ અંગે બપોરે ૧ થી પ:૩૦ દરમિયાન રૂબરૂ તેમજ શરૂ કરાયેલી હેલ્પલાઇન ૦૨૮૬–૨૨૪૭૯૬૬ પરથી વિસ્તૃત માહિતી મળી શકશે

Comments

comments