પોરબંદરમાં બેંક કર્મચારીઆે સુત્રોચ્ચાર કરી હડતાલમાં જોડાયા

January 9, 2019 at 2:27 pm


બેંકીગ અને વીમા ક્ષેત્ર સહિતના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત અન્ય સ્વાયત શ્રમિક સંગઠનો દ્વારા તારીખ 8 અને 9 જાન્યુઆરી ર019ના 48 કલાક માટે દેશભરના તમામ શ્રમિકો-કર્મચારીઆેની હડતાલનું એલાન આપવામાં આવ્éું છે. વર્તમાને કેન્દ્ર સરકારની ખુલ્લેઆમ મુડીવાદી નીતિ અને કોર્પોરેટ તરફી અથર્નીતી તેમજ તેના ખતરનાક શ્રમિક સુધારાના વિરોધમાં આ હડતાલનું આહવાન કરેલ છે. સરકાર Ùીપક્ષી અને ત્રિપક્ષી વાટાઘાટોને નજર અંદાજ કરે છે. સાતમા પગારપંચની ત્રુટીઆેની પૂતિર્ કરવામાં આવતી નથી. નવી પેન્શન યોજના રદ કરવામાં, ભથ્થાઆે પુનઃ સ્થાપિત કરવા પેન્શન ફિટમેન્ટ ફોમ્ર્યુલા 1 માટે નિમાયલ કમીટીનો કોઇ નિષ્કર્ષ આવેલ નથી.

મજુર મંડળોએ બાર મુદ્દાઆેની માંગણી કરેલ છે. જેમાં લઘુતમ વેતન, દરેક ને પેન્શન, સાર્વજનિક સામાઝિક સુરક્ષા, કરારી કામદારોને કામદારોનો દરજજો, સ્કીમના કામદારોને પગાર અને અન્ય સગવડો, જાહેરક્ષેત્ર અને સરકારી એકમોના ખાનગીકરણનો વિરોધ અને કાયમી સ્વરૂપના કામ પર નિમાયેલા કરાર આધારિત કામદારોને કાયમી કામ પર લેવા વગેરે.

બજેટમાં સરકારે બાંધ્યા પગારની નોકરીની જોગવાઇ કરેલ છે તે નોકરીની સલામતીના મૃત્યુ ઘંટ સમાન છે. સરકારે ઇઝ આેફ ડ્રઇંગ બિઝનેસ અને સ્ટાર્ટઅપ યોજના મારફત માલિકોને હાયર એન્ડ ફાયર મન ફાવે ત્યારે કામદારોને છુટ્ટા કરવાની નીતિ સરળ બનાવેલ છે. સરકાર ટ્રેડ યુનિયન એકટ 19ર6ની ર8 એ અને ર9માં ફેરફાર લાવી રાજય અને કેન્દ્ર કક્ષાના મજુર સંગઠનની વ્યાખ્યામાં સુધારા વધારા કરવા જઇ રહી છે. સરકારનો મલીન ઇરાદો મજુર મંડળોના કાર્યક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવાનો છે એન મજુર મંડળની આંતરીક બાબતોમાં દખલ કરવાનો અધિકાર પ્રાપ્ત કરવાનો છે.

રોજગારી ઉભી કરવાની વિપુલ ક્ષમતા ધરાવતા ક્ષેત્રોમાં પણ રોજગારીની તકો ઘટતી જાય છે અને રોજગારીની સમસ્યા દિવસે-દિવસે વિકરાળ બનતી જાય છે.

આòર્યજનક રીતે જે મોટા કારખાનાઆે બંધ થઇ રહેલ છે અને આઇટી ક્ષેત્રમાં પણ જંગી માત્રામાં રોજગારીની તકો ઘટતી જાય છે તેને કારણે રોજગારીની સમસ્યામાં બળતામાં ઘી હોમવાનું કામ કરે છે.

સંરક્ષણ ઉત્પાદનમાં, જાહેર ક્ષેત્રની બેન્કો, વીમા કંપનીઆે અને રેલ્વે, જાહેર પરિવહન, તેલ અને વિજળી, કોલસા વગેરે ઉદ્યાેગ મારફત ખાનગીકરણ તરફ સરકાર જઇ રહી છે. આ ખાનગીકરણને કારણે પગાર, નોકરીની સલામતી અને મજુર પ્રવૃતિના લોકશાહી અધિકારને જફા પહાેંચશે અને તેમને મળતી અન્é સગવડોની સલામતીને પણ અવળી અસર થશે.

સરકારની સામાન્ય લોક વિરોધી, મજુર વિરોધી આિથર્ક નીતી, કાયદાઆેમાં સુધારા, જાહેર ક્ષેત્ર તેમજ સરકારી ક્ષેત્રના ઉદ્યાેગો અને સાહસોને સાેંપવાની સરકારની નિતિ, જરૂરી ચીજવસ્તુઆેના ભાવ વધારોન ડામવામાં નિષ્ફળતા, બેરોજગારીમાં વધારની સામે કેન્દ્રના મજુર મંડળો સમેત સ્વ્ાયત સંગઠનોના લગભગ 10 કરોડ કામદાર કર્મચારીઆે આ બે દિવસની હડતાલ પર ગયા છે જેમાં બેંક કર્મચારીઆે પણ સામેલ છે. જેના ભાગ રૂપે સોમવારે સાંજે અને મંગળવારે બેંક કર્મીઆેએ બેંક આેફ બરોડાની એમ.જી.રોડ શાખા સમક્ષ દેખાવો અને સુત્રચારો કરેલ છે.

તેમ પોરબંદર યુનીટના જો. સેક્રેટરી જયંતભાઇ ધોળકીયા સહિત કીશોરભાઇ દુબ્બલ અને તેમની ટીમે જણાવ્éું હતું.

Comments

comments

VOTING POLL