પોરબંદરમાં બે ભેંસોનું મોત નિપજ્યાનો ગુન્હો દાખલ થયો

August 20, 2018 at 8:31 pm


પોરબંદર-આેડદર હાઈવે પર બે ભેંસોનું ટ્રકચાલકે મોત નીપજાવ્યાનો ગુન્હો દાખલ થયો છે.

પોરબંદરની બિરલા કોલોની નજીક રબારી કેડામાં રહેતા માંડાભાઈ રાણાભાઈ મોરી નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે તેની માલિકીની પાંચ ભેંસો સીકોતેર મંદિર નજીક હાઈવે પરથી પસાર થતી હતી. ત્યારે ટ્રક નં. જીજે 25 યુ 9192 ના ચાલકે બેફીકરાઈથી ટ્રક ચલાવીને પાંચેય ભેંસો ઉપર ટ્રક ફેરવી દેતા બે ભેંસોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા જ્યારે ત્રણને ગંભીર ઈજાઆે થઈ હતી. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Comments

comments

VOTING POLL