પોરબંદરમાં બોર્ડના ફોર્મ ભરવામાં કનેકટીવીટીનો પ્રશ્ન ઉભો થતા મુશ્કેલી

November 29, 2018 at 2:41 pm


પોરબંદરમાં બોર્ડના ફોર્મ ભરવામાં કનેકટીવીટીનો પ્રñ ઉભો થતા મુશ્કેલી જોવા મળી રહી છે તેથી એનએસયુઆઇ દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી છે.
પોરબંદર એનએસયુઆઇના જીલ્લા પ્રમુખ કીશન રાઠોડ અને ટીમે જીલ્લા શિક્ષણાધિકારીને આવેદન પાઠવી જણાવ્éું હતું કે, ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા જે માર્ચ-ર019માં પરીક્ષા લેવાવાની હોય તેમના આેનલાઇન ફોર્મ હાલ ભરાઇ રહ્યા હોય, પરંતુ વિદ્યાથ}આેના જણાવ્યા અનુસાર અને શાળાઆેમાં પ્રિન્સીપાલ સાથે ફોન પર વાતચીત કરવા જણાવવામાં આવ્éું છે કે, વારંવાર સર્વર ડાઉન હોવાની કારણે અને કનેકટીવીટી મળતી ન હોવાને કારણે વિદ્યાથ}આેના ફોર્મનું રજીસ્ટ્રેશન થતું નથી જેથી તેમની પ્રીન્ટ પણ નિકળતી નથી, જેથી વિદ્યાથ}આેને મુશ્કેલી વધી રહી છે.
છેલ્લા દોઢ મહીનાથી આ ફોર્મ ભરવાની પ્રqક્રયા ચાલુ છે પરંતુ છેલ્લા ર દિવસથી વેબસાઇટ ઉપર ફોર્મ ભરી શકાતા નથી જેને કારણે વિદ્યાથ}આેને સાથે જ શાળાના શિક્ષકોને પણ મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે, નિર્ધારીત સમયમર્યાદામાં આ કામગીરી પુરી કરવાની હોય શિક્ષકો પણ કંટાળી ગયા હોય, એવામાં બોર્ડ દ્વારા ઝડપથી વેબસાઇટ સત્વરે કાર્યરત થાય તેવી અમો માંગણી કરીએ છીએ.
જીલ્લાની શાળાઆેમાં હજુ 40% વિદ્યાથ}આે રજીસ્ટ્રેશન કરવાના બાકી હોય, મુØત પુરી થાય તો ટેકનીકલ ખામીના કારણે વિદ્યાથ}આેને લેટ ફી ભરવાની ફરજ પડશે, તો સત્વરે આ બાબતે કોઇ કાર્યવાહી કરીને વિદ્યાથ}આેના હીત બાબતે નિર્ણય લેવામાં આવે તેવી અમો આ આવેદન આપી માંગ કરીએ છીએ તેવી રજુઆત એનએસયુઆઇના જીલ્લા પ્રમુખ કીશન રાઠોડ ઉપરાંત ઉમેશરાજ બારૈયા, કેનીત ઝાલા, દર્શન જોશી, હર્ષિત ચાવડા, અજય મોઢા, શ્યામ ધોકીયા, ચિરાગ મસાણી, સિધ્ધાથર્ ગોઢાણીયા, ચિરાગ ખુંટી, પ્રશાંત મચ્છવારા, મેહુલ ઝાલા, દીપ જોગીયા, બીજોય આેમેન, ધવલ ખુદાઇ વગેરેએ કરતા બોર્ડના સચિવે પણ ઉકેલ આપવા આશ્વાસન આપ્યું હતું.

Comments

comments

VOTING POLL