પોરબંદરમાં ભાઇએ માતા અને ભાઇ સહિત પરિવારજનોને માર માર્યો

December 2, 2019 at 2:48 pm


Spread the love

પોરબંદરમાં ભાઇએ માતા અને ભાઇ સહિત પરિવારજનોને માર માર્યો હોવાની નશાખોર ભાઇ સામે પોલીસ ફરિયાદ નાેંધાવાઇ હતી જેમાં તે નશામાં હોવાથી બે ગુન્હા નાેંધીને તેની ધરપકડ કરવામાં આવી હતી.
પોરબંદરના વિરડીપ્લોટ મટનમાર્કેટ સામે રહેતા સુરેશ ગોવિંદ પાંડાવદરાએ એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, તેનો સગોભાઇ પ્રતાપ ગોવિંદ પાંડાવદરા દારૂ પીધેલી હાલતમાં સુરેશના ઘરે આવી પહાેંચ્યો હતો અને ‘તારો માલ સામાન ભરીને અહીથી બીજે જતો રહેજે નહીતર મારી નાખીશ’ કહી લોખંµડના પાઇપવડે માર માર્યો હતો. મારામારીના આ બનાવમાં સુરેશના પત્ની વનિતાબેન અને માતા રાણીબેન વચ્ચે પડતા તેમને પણ ધોકો મારીને પછાડી દીધા હતા અને મોટરસાયકલ તથા પાણીની મોટરમાં પણ લોખંડના પાઇપ મારી તોડફોડ કરી હતી.યુવાને તેના સગા ભાઇ સામે ફરિયાદ નાેંધાવી છે.
ધરપકડ
વિરડીપ્લોટ રામદેવપીરના મંદિર પાસે રહેતા પ્રતાપ ગોવિંદ પાંડાવદરા નામના આ શખ્સને મટન માર્કેટ સામેથી પીધેલી હાલતમાં પકડીને પોલીસે કુલ બે ગુન્હા નાેંધ્યા હતા.