પોરબંદરમાં ભાભીની હત્યાની આરોપી નણંદ અમેરીકા નાસી જાય તેવી દહેશત

July 20, 2019 at 2:25 pm


ભાટીયાની યુવતિના પોરબંદર ખાતે 1ર વર્ષ પહેલા લગ્ન થયા હતા અને બેકાર પતિએ તેની પત્નીને વાળ પકડીને દિવાલ સાથે માથા અફડાવી મારી નાખ્યાના બનાવમાં સાસુ-સસરા અને નણંદ સામે પણ ફરિયાદ નાેંધાઇ હતી પરંતુ પોરબંદર પોલીસની ઢીલી નિતિના કારણે હજુ સુધી તેઆેની ધરપકડ થઇ નથી ત્યારે નણંદ અમેરીકા નાસી જાય તેવી દહેશત સાથે એસપીને યુવતિના પિતાએ આવેદન પાઠવી ઇમીગ્રેશન વિભાગને જાણ કરવા જણાવ્યું છે. પોરબંદર નજીક ભાટીયા ગામે રહેતા ભગવાનજીભાઇ હરીદાસ ગોકાણી નામના ચા-પાન-બીડીનો વેપાર કરતા આધેડ અને લતાબેનની દિકરી વૈશાલીના લગ્ન 1ર વર્ષ પહેલા પોરબંદરની લોર્ડઝ હોટલ સામેની ગલીમાં રહેતા પ્રશાંત રાજેશ ચોલેરા સાથે થયા હતા અને પત્ની સાથે અવાર-નવાર ઝઘડા થતાં હોવાથી વાળ પકડીને દિવાલ સાથે માથા અફડાવી રાજેશે તેની પત્ની વૈશાલીને મારી નાંખી હતી અને ત્યારબાદ સીડી ઉપરથી પડી ગઇ હોવાનું નાટક કર્યુ હતું પરંતુ અંતે યુવતિના પિતાએ ફરિયાદ નાેંધાવતા એક દિવસના રિમાન્ડ ઉપર પ્રશાંતને લીધો હતો પરંતુ તેના સાસુ, સસરા અને નણંદ સામે એફઆઇઆર થઇ હોવા છતાં કમલાબાગ પોલીસે તેઆેની ધરપકડ કરવાને બદલે છુટો દોર આપી દીધો હોવાન આક્ષેપ સાથે મુખ્યમંત્રી સહિત રાજયપોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

નણંદ નાસી જાય તેવી દહેશત સાથે રજુઆત
યુવતિના પિતા ભગવાનજીભાઇ ગોકાણીએ પોરબંદરના એસ.પી.ને મોસ્ટઅરજન્ટ રજુઆત કરીને જણાવ્éું છે કે, તેમની પુત્રીની એક આરોપી એવી તેની નણંદ પુજા અમેરીકાની રહેવાસી છે અને અમેરીકાથી થાેડા દિવસ પહેલા જ અહી આવી હતી. તેની પાસે અમેરીકા સીટીઝનનો પાસપોર્ટ છે અને ખુનનો ગુન્હો નાેંધાયા બાદ તે ફરાર છે. તે અમેરીકા હવાઇ માર્ગે તા. ર1/7ના નાસી જવાની હોવાનું જાણવા મળ્યું છે તેથી જો તે અમેરીકા ચાલી જશે તો પોલીસ તપાસમાં ખુબ જ અડચણ ઉભી થશે અને તેને અમેરીકાથી પોરબંદર લાવવા માટે ખુબ જ લાંબી પ્રાેસીઝર કરવી પડશે અને સરકારને પણ ખર્ચના ખાડામાં ઉતરવું પડશે તેથી એસ.પી. દ્વારા ભારત સરકારને જાણ કરીને ઇમીગ્રેશન ડીપાર્ટમેન્ટ પુજા રાજુ ચોલેરાને હવાઇ મથક ઉપર રોકીને ભારત છોડતી અટકાવે તેવી જાણ સબંધિત તમામ ઇમીગ્રેશનને કરવામાં આવે તેવી માંગ થઇ છે.

Comments

comments

VOTING POLL