પોરબંદરમાં ભુગર્ભગટરની કામગીરી દરમિયાન બોર સાથે ગટરનું પાણી મીકસ થયું

September 11, 2018 at 4:26 pm


પોરબંદરમાં ભુગર્ભગટરની કામગીરી દરમિયાન બોર સાથે ગટરનું પાણી મીકસ થયું હોવાથી કલેકટરને રજુઆત થઇ છે.
પોરબંદરના સલીમભાઇ યુસુફભાઇ સુર્યાએ કરેલી રજુઆતમાં જણાવ્éું છે કે, પોરબંદર શહેરમાં ચાલતા ભુગર્ભગટરની કામગીરી દરમ્યાન શહેરના અનેક વિસ્તારોમાં બોરીગના પાણી સાથે ગટરનું પાણી મીકસ થઇ જતાં પાણીજન્ય રોગો ફાટી નિકળ્યા છે અને આવનારા સમયમાં આ પાણીની સમસ્યા માટે સરકાર ગંભીરતાથી કોઇ યોગ્ય નિર્ણય/નિકાલ લાવે તેવી માંગણી સાથે ફરિયાદ નિવારણમાં પ્રñ રજુ થયો છે.
પોરબંદરમાં ભુગર્ભ ગટરના કામો છેલ્લા ઘણા વર્ષથી ચાલે છે, ભુગર્ભગટરના પાણી દરેક વિસ્તારના પાણીના બોર કરાવેલ છે તેમાં આ ભુગર્ભ ગટરના પણાી મીકસ થઇ જતાં આ પાણીના કારણે પાણીજન્ય રોગો પ્રજામાં ફેલાયેલા છે, પ્રજા ત્રાહીમામ છે, પાણી કુદરતી રીતે માણસોની પ્રાથમિક જરૂરીયાત છે, પાણી વિના કોઇને ચાલે નહી અને આ ભુગર્ભગટરના કામમાં ભ્રષ્ટાચાર નરી આંખે જોઇ શકાય છે, સરકારએ બોરના પાણી ખરાબ થઇ ગયેલ છે અને 111 કરોડ રૂપિયા પાણીમાં ગયા છે, અને સરકાર આ બાબતે કોઇ કાર્યવાહી નહી કરે તો કાનુની કાર્યવાહી કરવાની પણ ફરજ પડશે. આ કામની તપાસ યોગ્ય પ્રમાણિક અધિકારી પાસે કરાવવા તેમજ આમાં દોષિત અધિકારીઆે અથવા કર્મચારીઆે ઉપર ધોરણસર કાર્યવાહી કરવા માંગ થઇ છે.
ઉપરોકત બાબતે અગાઉ અનેક વખત નગરપાલિકામાં અરજ અહેવાલો કરવા છતાં પણ તંત્ર કોઇ જવાબ આપતા નથી, પોરબંદરના અમુક વિસ્તારો જેવા કે, વિરડીપ્લોટ, વણકરવાસ, મેમણવાડા, ખત્રીવાડ, જુના કુંભારવાડા અને જેટલો જેટલો સ્લમ એટલે કે પછાત વિસ્તારોમાં બોરના પાણીમાં ગટરના પાણી મીકસ થઇ ગયા છે અને પાણી ગંધ મારે છે. આ પાણીના નમુનાઆે પણ સ્વાગત કાર્યક્રમ દરમ્યાન રજુ કરેલ છે.આ પ્રñમાં પ્રજાના હીતમાં હોય, જેની ગંભીરતાપૂર્વક આ અંગે યોગ્ય નિર્ણય લેવા અને આ ગંભીર મુદ્દાે હોય તેની ગંભીરતાને સમજી તાત્કાલીક ભુગર્ભ ગટરના કનેકશનો વહેલીતકે તમામ વિસ્તારોમાં જોડી દેવા હુકમ માંગણી છે જેથી બોરના પાણી વધુ ખરાબ થાય નહી તે માટે વહેલીતકે કાર્યવાહી કરવા રજુઆત થઇ છે.

Comments

comments