પોરબંદરમાં મતદાનના 48 કલાક મથક નજીક 4 થી વધુ લોકોને એકઠા થવા ઉપર પ્રતિબંધ

April 18, 2019 at 2:20 pm


લોકસભા સામાન્ય ચુંટણી તા. ર3 એપ્રીલના રોજ યોજાનાર છે. જેથી પોરબંદર સબ-ડીવીઝનલ વિસ્તારમાં મતદાન તા. ર3ના રોજ 83-પોરબંદર તથા 84-કુતિયાણા વિધાનસભા મતદાન વિભાગના નિયત કરેલા મતદાન મથકો પર મતદાન થનાર છે.
મતદાન સરળ અને શાંતિપૂર્ણ રીતે થાય, જાહેર સુલેહશાંતિ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે નિયત કરેલ મતદાન મથકોની આજુ-બાજુના ર00 મીટર વિસ્તારમાં ચાર કરતા વધુ માણસોએ એકઠા થવું નહીં તથા ચુંટણીના કામે ઉપયોગમાં લેવાનાર ઉપરોકત નિયત સ્થળો પર આવેલા મતદાન મથકોના મકાનોમાં બિનઅધિકૃત વ્યકિતઓ દાખલ થાય નહીં તે માટે સબ-ડીવીઝનલ મેજીસ્ટ્રેટ પોરબંદર કે.વી. બાટીએ ફોજદારી કાર્યરીતી અધિનીયમ-1973ની કલમ-144 મુજબ તા. રર/4/19 ના શૂન્ય કલાકથી ર3ના રોજ ર4 કલાક સુધી ચુંટણી માટે નિયત કરવામાં આવેલ મતદાન મથકોના ર00 મીટઠરના વ્સ્તિારમાં ચાર કરતા વધારે બિનઅધિકૃત વ્યકિતઓએ એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે. આ હુકમ અધિકૃત મતદારોને મત આપવા જવા તેમજ મતદાન પછી પાછા જવા તેમજ મતદાન પછી પાછા આવવા સુધીના સમય સુધી સબંધીત ચુંટણીના ઉમેદવારો, ચુંટણી એજન્ટ, મતદાન એજન્ટને તથા ચુંટણી અધિકારીઓ તથા ચુંટણીપચંચ દ્વારા અધિકૃત કરવામાં આવે તેમને ચુંટણી અંગેની કામગીરીમાં રોકાયેલા ચુંટણી ફરજ પર નિયુકત કર્મચારીઓને લાગુ પડશે નહીં.

Comments

comments