પોરબંદરમાં મહિલાનું ખૂન કરી લાશને ફેંકી દેનાર આરોપી જામીન ઉપર છૂટ્યો

July 20, 2019 at 2:40 pm


પોરબંદરમાં મહિલાનું ખૂન કરી લાશને ફેંકી દેનાર આરોપીને કોર્ટે જામીન ઉપર મુક્ત કર્યો છે.
આ કેસની વિગત મુજબ ફરિયાદી રામેશ્વરના બહેન કવિતાને આરોપીઆેએ બોખીરા-તુંબડા વિસ્તારમાં લઈ જઈ ગળે ટુંપો આપી ખૂન કરી કુછડીના તળાવમાં ફેંકી દીધેલ જે બાબતની ફરિયાદીએ આરોપી કરશન રામ સાદીયા અને ભરત પુંજા ખરા સામે ઉદ્યાેગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાેંધાવેલ. ઉદ્યાેગનગર પોલીસે આરોપીઆેની અટક કરી પોરબંદર અદાલતમાં રજુ કરતા અદાલતે આરોપીઆેને જેલમાં મોકલી આપેલ હતા.

આ કામમાં ચાર્જશીટ રજુ કરતા આરોપી ભરત મુંજા ખરાએ તેના એડવોકેટ હરદાસભાઈ આેડેદરા મારફત પોરબંદરની ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં જામીન ઉપર મુક્ત થવા અરજી કરેલ હતી. અરજીમાં દલીલ વખતે આરોપી ભરત પુંજા ખરાના એડવોકેટે એવી દલીલ કરેલ કે આ કેસ સાંયોગીક પુરાવા ઉપર આધારીત છે. આરોપી સામે કોઈ સાંયોગીક પુરાવો નથી. માત્ર ફરિયાદમાં નામ હોવાથી આરોપી ગુન્હેગાર થઈ જતો નથી. આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ હોવો જોઈએ, આરોપીનો ગુન્હામાં પ્રત્યક્ષ રીતે હાથ હોવો જોઈએ. આ કેસમાં આરોપી સામે કોઈ સાંયોગીક પુરાવો નથી. આરોપી નિર્દોષ છે, આરોપીને ખોટી રીતે સંડોવી દેવામાં આવેલ છે. આરોપીના ભરણપોષણનો આધાર આરોપી ઉપર છે જેથી જો જેલમાં રાખવામાં આવે તો આરોપીનું કુટુંબ બરબાદ થઈ જાય તેમ છે, આરોપીનો કોઈ ગુનાહીત ઈતિહાસ નથી. આરોપીના એડવોકેટની દલીલો ધ્યાને લઈ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ રાજે એ આરોપીને અમુક શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરેલ છે.

આ કામમાં આરોપીના બચાવ પક્ષે સિનીયર એડવોકેટ હરદાસભાઈ આેડેદરા, હરભમભાઈ સુંડાવદરા, કરશનભાઈ પાંડાવદરા, રાકેશ પ્રજાપતિ, શૈલેષભાઈ પરમાર, રેખા આગઠ, અલ્પા આેડેદરા, ક્રિષ્ના યાદવ, નરેશ આેડેદરા, જય આેડેદરા રોકાયેલ હતા.

Comments

comments

VOTING POLL