પોરબંદરમાં મહિલા સહિત દારૂના બે ધંધાર્થીઓને હદપાર કરી દેવાયા

April 20, 2019 at 1:43 pm


પોરબંદર શહેર અને જીલ્લામાં દારૂની બદી વધી છે ત્ારે ચુંટણીપૂર્વે દારૂના ધંધાર્થીઓ સામે પાસા ઉપરાંત હદપારી જેવી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં મહીલા અને યુવાનને છ જીલ્લામાંથી હદપાર કરી દેવાયા છે.
આગામી લોકસભા–ર૦૧૯ ની સામાન્ય ચુંટણી સંપુર્ણ શાંતીમય રીતે પસાર થાય તે માટે પોરબંદર શહેરના અસામાજિક તત્વો વિરૂધ્ધ પાસા–તડીપાર જેવા કાયદાકીય પગલા લેવા માટે પોરબંદરના પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહીલ દ્રારા કરેલ સુચના આધારે પોરબંદર શહેરના ના.પો.અધિ. જે.સી. કોઠીયાના માર્ગદર્શન મુજબ હાર્બર મરીન પો.સ્ટે.ના ઇ.ચા. પો. ઇન્સ. બી.એસ.ઝાલા તથા સ્ટાફના હેડ કોન્સ. કે.બી. ઓડેદરા તથા એમ.એચ. મહેતા તથા પો. કોન્સ. લાખાભાઇ ભીમાભાઇ તથા કરશનભાઇ કાનાભાઇ, કૃણાલભાઇ અરજણભાઇ, રામભાઇ છગનભાઇએ રીતેનાઓએ સઘન મહેનત કરી પોરબંદર હાર્બર મરીન પો.સ્ટે.ની હદમાં દારૂનુ દુષણ ફેલાવતા ઇસમો વિજય ઉર્ફે જોજો મેરામણ સલેટ રહે. સુભાષનગર વાળા, જીવતીબેન મેરામણભાઇ ખુંટી રહે. કુછડી તા. પોરબંદરવાળાઓ વિરૂધ્ધ જરૂરી દરખાસ્ત તૈયાર કરી પોરબંદર, દેવભુમી દ્રારકા, જામનગર, રાજકોટ, જુનાગઢ તથા ગીર સોમનાથ એમ છ જીલ્લામાંથી હદપાર કરવા માટે પોરબંદરના નાયબ કલેકટર નો જરૂરી હત્પકમ મેળવી મજકુર બન્ને ઇસમોને નિયમાનુસાર હત્પકમની બજવણી કરી અનુક્રમે દીવ જીલ્લામાં તથા કચ્છ ભુજ જીલ્લામાં મોકલી આપેલ છે

Comments

comments