પોરબંદરમાં માત્ર શોપીંગ સેન્ટરોમાં જ નહીં, મોટાભાગના વિસ્તારમાં ધમધમે છે ટુશન કલાસીસ

May 25, 2019 at 2:07 pm


સુરતના ટુશન કલાસમાં બનેલી કરૂણાંતિકામાં ૨૦ જેટલા વિધાર્થીઓ જીવતા ભુંજાઈ ગયા છે ત્યારે ઉચ્ચ કક્ષાએથી મળેલા આદેશ પ્રમાણે પોરબંદરના જિલ્લા કલેકટરે પણ તાકીદની બેઠક યોજી હતી. જેમાં એવી ચોંકાવનારી માહિતી બહાર આવી હતી કે માત્ર શોપીંગ સેન્ટરો અને દુકાનોમાં જ નહીં પરંતુ મોટાભાગના વિસ્તારોમાં ટુશનના હાટડા ધમધમી રહ્યા છે અને તેની પૂરતી માહિતી પણ તત્રં પાસે નથી !
પોરબંદરના જિલ્લા કલેકટર મુકેશ પંડાએ ઉચ્ચ અધીકારીઓ સાથેની તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં એવી રજુઆત થઈ હતી કે પોરબંદર શહેરમાં માત્ર શોપીંગ સેન્ટરોમાં કે દુકાનોમાં જ નહીં પરંતુ શેરીએ–ગલીએ ઘરે–ઘરે ટુશનના હાટડા ધમધમે છે. પરંતુ ત્યાં ફાયર સેટી તો ઠીક પરંતુ પ્રાથમિક સારવાર જેવી પાયાની સુવિધા પણ ઉપલબ્ધ નથી. ચોંકાવનારી બાબત એવી જાણવા મળી છે કે ખુદ તત્રં પાસે પણ શહેરમાં ટુશન કલાસ કેટલા છે ? તેની પૂરતી માહિતી નથી. તેથી આ બનાવ બાદ તત્રં દ્રારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં કેટલા ટુશન કલાસ છે અને તેમાં ફાયર સેટીની સુવિધા છે કે કેમ ? શૈક્ષણિક સંકુલોમાં ફાયર સેટીની સુવિધા છે કે કેમ ? હોસ્પિટલોમાં ફાયર સેટીની સુવિધા છે ? બહત્પમાળી ભવનોમાં પણ સર્વે કરવામાં આવશે અને ત્રણ દિવસમાં જુદી–જુદી ટીમો તપાસ કરશે તેમ જણાવ્યું હતું.
જિલ્લા કલેકટરે આ બેઠકમાં જણાવ્યું હતું કે યાં ત્રણ દિવસમાં ફાયર સેટીની સુવિધા વિહોણી જગ્યાઓ જણાશે તેઓને નોટીસ આપીને ત્રણ દિવસમાં જ ફાયર સેટીની સુવિધા ઉપલબ્ધ કરાવવા સૂચના આપવામાં આવશે. એટલું જ નહીં, પરંતુ સુરત જેવા બનાવ પોરબંદરમાં બને નહીં તે માટે તાકીદના પગલા લેવાશે. પોરબંદર ફાયર બ્રિગેડ પાસે પૂરતા સાધનો છે તેથી ચિન્તાનો વિષય નથી. આમ છતાં તપાસ હાથ ધરવામાં આવશે.
ગેરકાયદેસર બાંધકામ અંગે તપાસ
પોરબંદરના પત્રકારોએ જિલ્લા કલેકટરને એવો સવાલ ઉઠાવ્યો હતો કે નગરપાલિકાનું તત્રં અને પી.જી.વી.સી.એલ. નું તત્રં ગેરકાયદેસર બાંધકામોને તપાસ કર્યા વગર મંજુરી અને વિજ કનેકશન આપી દે છે તેથી આવા બાંધકામોમાં તપાસ થશે કે કેમ ? તેવા સવાલના જવાબમાં કલેકટરે જણાવ્યું હતું કે બાંધકામની પરમીશન તપાસવામાં આવશે અને ત્યારબાદ ગેરકાયદેસર જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને યાં કયાંય પણ ફાયર સેટીની સુવિધા નહીં હોય તેવા બાંધકામોના બિલ્ડરો, માલિકો, સંચાલકોને નોટીસ આપવામાં આવશે. એટલું જ નહીં પરંતુ હોટેલો, હોસ્પિટલો, ટુશન કલાસ વગેરેમાં પણ કડક સૂચના આપીને ફાયર સલામતી માટે

Comments

comments

VOTING POLL