પોરબંદરમાં માત્ર ૬૭.૫૯ ટકા થયું પોસ્ટલ બેલેટ મતદાન

April 15, 2019 at 1:29 pm


એકબાજુ પોરબંદરનું વહીવટીતત્રં ખુબ જ વધુ મતદાન થાય તે માટે પ્રયત્ન કરી રહ્યું છે તો બીજીબાજુ પોસ્ટલ બેલેટ મતદાનનું પોલીસ, હોમગાર્ડ અને જીઆરડી જવાનો માટે આયોજન થતાં માત્ર ૬૭.૫૯ ટકા જેટલું મતદાન નોંધાયું હતું.

પોરબંદર લોકસભા ચુંટણીમાં સુરક્ષા વ્યવસ્થા સંભાળતા પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો, જીઆરડી, એસ.આર.ડી.ના જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ હતું. શહેરના નવા ફત્પવારા પાસે આવેલા પોલીસ કોમ્યુનીટી હોલ ખાતે સવારે ૯ કલાકથી જ સુરક્ષા જવાનોએ શાંતિથી મતદાન કર્યુ હતું. પોરબંદરના પ્રાંત અધિકારી કે.વી. બાટીએ જણાવ્ું કે, લોકશાહી પર્વની ઉજવણી અને પોતાની પવિત્ર ફરજના ભાગરૂપે પોલીસ સહિતના કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ હતું જેમાં ૮૩–પોરબંદર વિધાનસભા મત વિસ્તારના ૬૦૭ મતદારો તથા ૮૪–કુતિયાણા વિધાનસભા મત વિસ્તાર ૭૫૪ મતદારો પૈકી મોટાભાગના મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ નિભાવી હતી.

મતદાન કરીને પોતાના પવિત્ર ફરજ નિભાવતા રામભાઇ બાપોદરાએ કહ્યું કે, મતદાનના દિવસે દરેક નાગરીકે મતદાન કરીને પોતાની ફરજ નિભાવવી જોઇએ. આ ઉપરાંત જી.આર.ડી.ના જવાન ભરતભાઇ કોડીયાતરે કહ્યું કે, હત્પં મતદાન કરીને ખુશી અનુભવું છું માટે દરેક નાગરીકે અવશ્ય મતદાન કરવું જોઇએ.

મતદાનના આંકડા
પોરબંદર પોલીસ કોમ્યુનીટી હોલ ખાતે ફેસેલીટેશન સેન્ટર ખાતે નોંધાયેલ મતદાનમાં પોરબંદર વિધાનસભા સીટનું ૬૦૭ માંથી ૪૬૬ મતદારોએ મતદાન કર્યુ છે જયારે કુતિયાણાનું ૭૫૪ મતદારો પૈકી ૪૫૪ મતદારોએ મતદાન કર્યુ છે. કુલ ૧૩૬૧ મતમાંથી ૯૨૦ મત પડયા છે.

Comments

comments