પોરબંદરમાં મારામારીના કેસમાં દંપતિ સહિત પાંચના આગોતરા જામીન મંજુર

November 8, 2019 at 1:00 pm


પોરબંદરમાં મારામારીના કેસમાં દંપતિ સહિત પાંચના આગોતરા જામીન મંજુર થયા છે. પોરબંદરના સુનીલ હીરાલાલ મસાણી, કલ્પભાઇ મનીષભાઇ હોદાર, દેવભાઇ હરીરામભાઇ ચમ, વિશાલભાઇ પ્રતાપભાઇ ગોહેલ તથા ત્રીસાબેન ઉર્ફે રાધીકાબેન સુનીલભાઇ મસાણી સામે ફરિયાદીએ એવી ફરિયદ નાેંધાવી જાહેર કરેલ ક, અરજદારો દ્વારા ફરિયાદી ઉપર હુમલો કરી મારામારી કરી અને મનફાવે તેવી ભુંડી ગાળો બોલી અને ધાક-ધમકી આપ્યા સબંધેની વિગતવાર ફરિયાદ નાેંધાવેલી. તેમના તરફી એડવોકેટોએ દલીલ કરી હતી કે, અરજદારો આ કામમાં તદન નિર્દોષ છે. અરજદારોને ખોટી રીતે હાલના કામે સંડોવી દેવામાં આવેલ હોય તેમજ અરજદારો પોરબંદરના સ્થાનિક રહીશ છે, કયાંય નાસી ભાગી જાય તેવી વ્યકિત નથી, તેમજ ભૂતકાળમાં કોઇ જ ગૂન્હાહિત ઈતિહાસ ધરાવતા ન હોય, તેથી આગોતરા જામીન આપવાથી સમાજમાં કોઇ નવો રાહ પડે તેવા કોઇ િસ્થતી-સંજોગો ન હોય, અને અરજદારોની અટકાયત કરવામાં આવે ત તેમની પ્રતિષ્ઠાને નુકશાન થાય તેવા હેતુથી જ ખોટી ફરિયાદ કરેલ હોય અને તેથી જ કોર્ટ ફરમાવે તેવી તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાની ખાત્રી સાથે આગોતરા જામીન આપવા સબંધે દલીલો અરજદાર પક્ષે રજુ કરતા કોર્ટે અરજદારોની આગોતરા જામીન મળવાની અરજી મંજુર રાખતો હુકમ કરવામાં આવેલ હતો. આ કામમાં અરજદારો પક્ષે પોરબંદરના વકીલ જે.પી. ગોહેલની આેફીસ તરફથી તેમજ જોખીયા બ્રધર્સ એડવોકેટસના સલીમ ડી. જોખીયા તથા એમ.જી. શીગરખીયા, એન.જી.જોશી, વી.જી. પરમાર, રાહુલ એમ. શીગરખીયા, એમ.ડી. જુંગી, પી.બી. પરમાર, જીજ્ઞેશ ચાવડા રોકાયેલા હતા.

Comments

comments