પોરબંદરમાં મેળા દરમિયાન સીટી બસની સેવા મોડી રાત્રી સુધી ચાલુ રહેશે

September 1, 2018 at 1:34 pm


પોરબંદરમાં જન્માષ્ટમીનો છ દિવસીય લોકમેળો યોજાશે જેમાં સીટી બસની સેવા મોડી રાત્રી સુધી ચાલુ રાખવામાં આવશે.પોરબંદર નગર બસ સેવા ત્રિશુલ એન્ટરપ્રાઇઝ દ્વારા જન્માષ્ટમીના તહેવાર સમયે તા. ર/9 થી 7/9 સુધી મોડીરાત્રી સુધી ચાલુ રહેશે. બપોરે રઃ00 થી રાત્રે 1રઃ30 સુધી સતત ચાલુ રહેશે. તા. 3/9 થી પ/9 3 દિવસ દરમિયાન સવારે 10ઃ00 કલાકે સીટીબસની સુવિદ્યા શરૂ થશે જે રાત્રે 1રઃ30 સુધી તમામ રૂટની બસો ચાલુ રહેશે. તા. 8/9 થી રાબેતા મુજબ સુદામાચોક ખાતેથી સવારે 7 થી રાત્રે 10 સુધી સીટી બસ સેવા ચાલુ રહેશે.

Comments

comments

VOTING POLL