પોરબંદરમાં મોટા જાગરણ બાદ ગોરમાવડી ઉત્સવની રવાડી નિકળી

April 10, 2019 at 2:36 pm


પોરબંદરમાં ખારવાસમાજની પરંપરાગત ચૈત્રી નવરાત્રીના મોટા જાગરણ બાદ ગોરમાવડી ઉત્સવની રવાડી નિકળતા હજારોની સંખ્યામાં ખારવા સમાજની મહિલાઓ ઉપરાંત ભાઇઓ પણ જોડાયા હતા તેમજ કેદારેશ્ર્વરકુંડમાં તેની વિસર્જનવિધી કરવામાં આવી હતી.
ફાગણવદ અગીયારસથી શરૂ થયેલ ખારવા સમાજનો ગોરમાવડી રાંદલ ઉત્સવની પૂર્ણાહત્પતિ થતાં રાંદલ માતાજીના મંદિરે સ્થાપન થયું છે ત્ાંથી માતાજીની રવાડી નિકળી હતી. ચણાના મોણ વગરના લોટની પુરીનો હારડો બનાવી લાકડાના બાજોડ ઉપર મંદિર આકારે ગોઠવીને ઉપર ચુંદડી ઓઠાડીને શણગાર કરવામાં આવ્યો હતો તથા સૌથી ઉપરના ભાગે નાનો કળશ રાખીને મંદિરની વચ્ચે ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્ું હતું અને વાજતે ગાજતે રવાડી નિકળ્યા બાદ કેદારેશ્ર્વર મંદિરના કુંડ સુધી શોભાયાત્રા નિકળી હતી. પોરબંદર રાજય વખતથી રાંદલ ઉત્સવનું અનેરૂ મહાત્મ્ય છે. સમસ્ત બારગામ ખારવાજ્ઞાતિ દ્રારા અંદાજે એક ડઝન જેટલી રવાડી નિળકી હતી તો મોટી રાંદલ માતાજીની અને નાની રાંદલ માતાજીની રવાડી સહિત ભગવતિ શેરી અને નાગરવાડામાંથી પણ રવાડી નિકળી હતી અને માણેકચોક, ગાંધી પ્રતિમા સ્થળ નજીકથી મોટી સંખ્યામાં ઉપસ્થિત ખારવા મહિલાઓ અને પુરૂષોની હાજરીમાં તેનું પુજન કરવામાં આવ્ું હતું અને ત્યારબાદ વિસર્જનની વિધિ થઇ હતી. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને વચ્ચેથી વાહનો પસાર થાય નહીં તે પ્રકારની વ્યવસ્થા ગોઠવી હતી. આમ, મોટી સંખ્યામાં ખારવા સમાજના આગેવાનોની ઉપસ્થિતીમાં ગોરમાવડી ઉત્સવની શોભાયાત્રાનું સમાપન થયું હતું. સમસ્ત બારગામખારવાજ્ઞાતિના વાણોટ પ્રેમજીભાઇ ખુદાઇ અને ઉપપ્રમુખ અશ્ર્વિનભાઇ જુંગી, ઉપરાંત નવીબંદર ખારવા સમાજના પ્રમુખ નિલેશભાઇ કીશોર સહિત પંચ–પટેલ, ટ્રસ્ટીઓ દ્રારા સૌને ચૈત્રીનવરાત્રીની શુભકામનાઓ પાઠવાઇ હતી

Comments

comments