પોરબંદરમાં રીક્ષામાં લ્યુડોની ગેમનો જુગાર રમતા ચાર ઝડપાયા

January 19, 2019 at 2:26 pm


પોરબંદરમાં રીક્ષાની અંદર લ્યુડોની ગેમનો જુગાર રમી રહેલા ચાર શખ્સોને પોલીસે અડધા લાખથી વધુના મુદ્દામાલ સાથે પકડી પાડéા છે, જ્યારે એક શખ્સ નાસી છૂટéાે હતો.

સુદામા ચોક પાસે કેટલાક શખ્સો રીક્ષાની અંદર જુગાર રમી રહ્યા હોવાની પોલીસને બાતમી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં મેમણવાડાના ઈમરાન યુસુફ રાઠોડ, ભારતીય વિદ્યાલય વિસ્તારના ઈમરાન અબુબકર આેડેદરા, નવા કુંભારવાડાના કેશુ કાંધા ભુતિયા, વિરડીપ્લોટના સાગર ભીખુ પરમારને મોબાઈલમાં લ્યુડોની ગેઈમ ઉપર જુગાર રમતા પકડી લીધા હતા. કુલ 57,780 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન નવા કુંભારવાડાનો વિજય અરસી નાસી છૂટéાે હતો.

વાહનચાલકો અને દારૂના ધંધાથ}આે સામે કાર્યવાહી
કુતિયાણાના બહારપરાનો મહેન્દ્ર ભગવાનજી જોષી પીધેલી હાલતમાં બાઈક લઈ જાહેર પીર પાસેથી નીકળ્યો ત્યારે પોલીસે તેને પકડી લીધો હતો. તે ઉપરાંત પોરબંદરના નરસંગ ટેકરી, સુદામા પરોઠા હાઉસ પાછળ રહેતો દિનેશ રામજી જોષી પીધેલી હાલતમાં રીક્ષા લઈને નીકળ્યો ત્યારે તેને પણ ઝડપી લેવાયો હતો. આંબેડકરનો નિર્મલ કિશન સાેંદરવા પીધેલી હાલતમાં બાઈક લઈ નીકળ્યો ત્યારે સુદામા ચોક નજીકથી પકડી લેવાયો હતો. તે ઉપરાંત દારૂની 35 કોથળી સહિત 700 ના મુદ્દામાલ સાથે ભોમીયાવદરથી સોઢાણા જતા રસ્તે રહેતા દેવા રામા કારાવદરાને પકડી પાડéાે હતો. બોખીરા સતી આઈ મંદિર પાસે રહેતી કારીબેન સરમણ આેડેદરા હાજર મળી આવી ન હતી પરંતુ તેના મકાનમાંથી આથાે ભરેલ કેન મળી આવ્યા હતા.

Comments

comments

VOTING POLL