પોરબંદરમાં રૂપિયાની ઉઘરાણી પ્રશ્નો ધોકા વડે હુમલો

February 5, 2018 at 1:23 pm


પોરબંદરમાં રૂપિયાની ઉઘરાણી પ્રñે ધોકા વડે હુમલો થયાની પોલીસ ફરિયાદ નાેંધાઇ છે. પોરબંદરના વોરાવાડમાં રહેતા અને કલરકામનો ધંધો કરતા અશોક કાળુભાઇ સલેટ નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, તે વિશાલ કીશોર ભુતિયા નામના યુવાન પાસે રૂપિયા માંગતો હતો આથી તેની ઉઘરાણી કરવા ગયો ત્યારે ગાળો બોલીને વિશાલે લાકડાના ધોકા વડે અશોકને માર મારી ઇજા કરી હતી.
મહીલા ગંભીર
કડીયાપ્લોટના આંબેડકર બાલમંદિરની પાસે રહેતા સાજણબેન દેવશી શીગરખીયાએ એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, તેમના બહેનને કુતિયાણા નેશનલ હાઇવે ઉપર અજાÎયા ફોરવ્હીલના ચાલકે હડફેટે લઇ ગંભીર ઇજા પહાેંચાડી નાશી ગયો છે.
દારૂ સાથે ઝબ્બે
પોરબંદરના નવાકુંભારવાડામાં રહેતો રમેશ પ્રેમજી મણીયાર ભદ્રકાળી પાટા પાસેથી દારૂ સાથે નિકળતા પોલીસે તેની ધરપકડ કરી છે.

Comments

comments

VOTING POLL