પોરબંદરમાં રેલ્વેની માહિતી માટે વોટ્સએપ નંબરનો ઉપયોગ કરવા અપીલ

September 7, 2018 at 3:30 pm


પોરબંદરમાં રેલ્વેની માહિતી માટે વોટ્સએપ નંબરનો ઉપયોગ કરવાની ચેમ્બર આેફ કોમર્સે અપીલ કરી છે.

પોરબંદર ચેમ્બર આેફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશ કારીયાએ જણાવ્યું છે કે, રેલ્વેયાત્રીકોની સુવિધા માટે રેલ્વેએ એક વોટ્સએપ નંબર 73493 89104 જાહેર કર્યો છે. અત્યારસુધી ટ્રેનના પી.એન.આર. નંબરની િસ્થતીની જાણકારી માટે રેલ્વેની વેબસાઈટ આઈઆરસીટીસી પર જવું પડતું અથવા રીઝર્વેશન ઈન્ક્વાયરી નંબર 139 ઉપરથી જાણકારી મેળવવી પડતી હતી જેમાં રેલ્વેયાત્રીકોને ખૂબ જ પરેશાની થાય છે. ત્યારે આ પરેશાની દૂર કરવા માટે રેલ્વેએ ટ્રાવેલ વેબસાઈટ ‘મેક માય ટ્રીપ’ ની સાથે કરાર કર્યો છે. આ કરાર મુજબ રેલયાત્રીકો વોટ્સએપ નંબર 73493 89104 પર માત્ર પોતાનો પી.એન.આર. નંબર આપતા તરત જ તેની િસ્થતિની માહિતી તેમને વોટ્સએપ ના માધ્યમથી મળી જશે. આ સિવાય વધારાની કોઈ જાણકારી જોઈએ તો વોટ્સએપના માધ્યમથી રેલ્વેયાત્રીકોને તેમની ઈચ્છીત જાણકારી તાત્કાલીક પ્રાપ્ત થશે.

આ નંબરનો ઉપયોગ માટે સૌથી પહેલા આ નંબર પોતાના મોબાઈલમાં સેવ કરવાનો રહેશે ત્યારે આ નંબર વોટ્સએપમાં દેખાશે. સ્ટેટસ ચેક કરવા માટે પીએનઆર ટાઈપ કરી ત્યારબાદ 10 આંકડાનો પીએનઆર નંબર લખીને મોકલવાનો રહેશે.

આ વોટ્સએપ નંબરનો ઉપયોગ કરવામાં કોઈ પ્રકારની પરેશાની પણ રેલ્વેયાત્રીકોને નહી થાય અને લોકો માટે ખૂબ જ સરળ તથા સુવિધાજનક બની રહેશે. સૌથી મહત્વની વાત એ છે કે આ સુવિધા રેલ્વેયાત્રીકોને વિનામૂલ્યે ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું છે.

Comments

comments

VOTING POLL