પોરબંદરમાં વડીલોપાજીર્ત મીલ્કતના વ્યવહાર અંગે વિરોધાભાષી પરિપત્રથી મુશ્કેલી

February 1, 2018 at 1:22 pm


પોરબંદરમાં વડીલોપાજીર્ત મીલ્કતના વ્યવહાર અંગે વિરોધાભાષી પરિપત્રથી મુશ્કેલી ઉભી થઇ હોવાથી એડવોકેટે મહેસુલમંત્રીને લેખીત રજુઆત કરી પ્રજાજનોની હાડમારી દુર કરવા માંગ કરી છે.

પોરબંદરના જાણિતા એડવોકેટ રાજેશભાઇ લાખાણીએ મહેસુલમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્éું છે કે, ગુજરાતમાં અમલી સ્ટેમ્પ અધિનિયમની જોગવાઇઆે મુજબ વારસાઇથી પ્રાપ્ત થતી અને વડીલોપાજીર્ત મીલ્કતો સબંધે કોઇ ફારગતી દસ્તાવેજ કરવામાં આવે તો રૂા. 100-00ના સ્ટેમ્પ પર જ આવા લેખની નાેંધણી કરી શકાય છે.

લોહીના સબંધો ધરાવતા વ્યકિતઆે વચ્ચે સ્ટેમ્પ ડયુટી લેવાની થતી નથી તેવી મોટી જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવે છે, મહારાષ્ટ્રમાં આવો કાયદો અમલી પણ છે જયારે ભાઇઆે-ભાઇઆે કે માતા-પુત્ર વચ્ચે મીલ્કત તબદીલ થાય તો ફીકસ અને મીનીમમ સ્ટેમ્પ ડયુટી લેવામાં આવે છે જયારે ગુજરાતમાં હૈયાતીમાં આવી કોઇ તબદીલી થાય તો આર્ટીકલ ર0 મુજબ જ 4.9 ટકા સ્ટેમ્પ ડયુટી ભરવી પડે છે.

આવી વડીલોપાજીર્ત મીલ્કતના ફારગતી દસ્તાવેજ સબંધે પણ ર01પમાં ઉપસચિવ (સ્ટેમ્પ) ગુજરાત સરકાર, ગાંધીનગર દ્વારા એક પરીપત્ર કરવામાં આવેલ છે જે અનુસાર વારસાઇથી મળેલ મીલ્કતોમાં કોઇ મૃત પુત્રીના સંતાનો કે વારસાઇ હક્ક મળેલ હોય તો તેને સીધી લીટીના વારસ ન ગણાતા તેમના હીસ્સા પર 4.9 ટકા મુજબ સ્ટેમ્પ ડયુટી લેવાપાત્ર થતી હોવાનું જણાવવામાં આવેલ છે. હીન્દુ વારસાધારા અનુસાર જો આવા વારસોને કાયદેસર વારસ ગણી શક્ક પ્રાપ્ત થતાં હોય અને વારસાઇથી મીલ્કતમાં નામ દાખલ કરવામાં આવતા હોય તો તેઆે શા માટે સીધી લીટીના વારસ ન ગણાયં અને આવા લોહીના સબંધો ધરાવતા વારસો વડીલો પાજીર્ત મીલ્કત સબંધે ફારગતી દસ્તાવેજ કાંઇ રકમ લીધા સિવાય કરી આપતા હોય તો શા માટે સ્ટેમ્પ ડયુટી વસુલાતને પાત્ર થાય તેવો સવાલ સામાન્ય પ્રજાજનો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યાે છે.

આ બાબતે પોરબંદરના જાણીતા એડવોકેટ રાજેશભાઇ લાખાણીએ પણ ઉપસચિવ તેમજ મહેસુલમંત્રીની લેખીત રજુઆત કરી આવા પરીપત્રોના કારણે સામાન્ય પ્રજાજનોને હાડમારી થતી હોવાનું જણાવી લેખીત રજુઆત કરેલ છે, અને ન્યાયીક રીતે આ બીન-વ્યવહારૂ પરીપત્રનું યોગ્ય અથર્ઘટન કરવામાં આવે તેવી માંગણી કરેલ છે.

Comments

comments

VOTING POLL