પોરબંદરમાં વધુ એક મોટરસાયકલની થઇ ઉઠાંતરી

October 9, 2019 at 1:55 pm


પોરબંદરમાં બાઇકચોરો વધુ સક્રીય બન્યા હોય તેમ વધુ એક મોટરસાયકલ ચોરીની ફરિયાદ થઇ છે. પોરબંદરના બોખીરામાં આવેલા નારાયણનગરમાં રહેતા અને લીમડાચોક નજીક ડો. દર્શકપટેલના દવાખાનામાં કામ કરતા હાદિર્ક ઉર્ફે હાદાભાઇ દેવાભાઇ આેડેદરા નામના મુળ બેરણના યુવાને એવી ફરિયાદ નાેંધાવી છે કે, પંદરેક દિવસ પહેલા તે પોતે કલીનીકે ફરજ બજાવવા માટે ગયો હતો અને દવાખાના પાસે પોતાનું બાઇક પાર્ક કર્યુ હતું. અને ત્યારબાદ બપોર પછી તે બહાર નિકળ્યો ત્યારે મોટરસાયકલ નજરે નહી ચડતા શોધખોળ કરી હતી આમ છતાં તેનો પત્તાે મળ્યો ન હતો. તે અંગેની જાણ એ જ સમયે કીતિર્મંદિર પોલીસ સ્ટેશન સહિત પોલીસ કંટ્રાેલરૂમને કરી હતી. 10,000ની કીમતનું આ બાઇક કોઇએ ચોરી લીધાના બનાવમાં પોલીસે હોસ્પિટલમાં આવેલા સીસીટીવી ફºટેજના આધારે પણ તપાસ હાથ ધરી હતી. જીજે 16 એમ 0143 નંબરનું સ્પ્લેન્ડર બાઇક તસ્કરોએ ઉઠાવી લીધાના બનાવમાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

Comments

comments