પોરબંદરમાં વિદેશીદારૂની 3 પેટીના ગુન્હામાં આરોપીના આગોતરા મંજુર

September 10, 2018 at 1:44 pm


પોરબંદરમાં વિદેશીદારૂની 3 પેટીના ગુન્હામાં આરોપીના આગોતરા મંજુર થયા છે.પોરબંદર શહેરમાં કીતિર્મંદિર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોએ બાતમીના આધારે કસ્તુરબા ગાંધી રોડ, ભગવતી શેરી સામેની ગલીમાં રહેતા નયન ઉર્ફે ટિંકુ રમેશભાઇ વઢિયાના મકાનમાં રેડ કરતા અલગ-અલગ વિદેશીદારૂના બ્રાન્ડની 36 બોટલ મળી આવેલી હતી પરંતુ સ્થળ પરથી કોઇ આરોપી મળી આવેલ ન હતા જેથી આ ગુન્હા અન્વયે કીતિર્મંદિર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ાાા 515/2018 થી ગુન્હો નાેંધાયેલો હતો. આ ગુન્હામાં આરોપી તરીકે નયન ઉર્ફે ટિંકુ રમેશભાઇ વઢિયાનું નામ ખુલવા પામેલું હતું. જેથી નયન ઉર્ફે ટિંકુ વઢિયાએ પોતાના એડવોકેટ એમ.જી.શીગરખીયાએ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી દાખલ કરેલી. આ આગોતરા જામીન અરજી એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં સુનાવણી થતાં આરોપીના એડવોકેટ દ્વારા એવી રજુઆત કરવામાં આવેલી હતી અમે તદન નિર્દોશ છીએ આગળ કોઇ ગુન્હામાં સઃડોવાયેલા નથી અને કયાંય નાશી ભાગી જાયે તેમ નથી અમને પોલીસે ખોટી રીતે આ ગુન્હામાં સંડોવી દીધેલા હોય ઉપરોકત દલીલો માન્ય રાખી કોર્ટે નયન ઉર્ફે ટિંકુ રમેશભાઇ વઢિયાનો આગોતરા જામીન મંજુર કરવાનો હુકમ કરવામાં આવેલો છે. આ કામમાં આરોપીવતી એડવોકેટ જે.પી. ગોહેલની આેફીસવતી એડવોકેટ એમ.જી.શીગરખીયા, નિલેશ જોશી, પંકજ બી. પરમાર, વિનોદ જી. પરમાર, જિગ્નેશ એમ. ચાવડા તથા રાહુલ એમ. શીગરખીયા રોકાયેલા હતા.

Comments

comments

VOTING POLL