પોરબંદરમાં શનિવારે મુખ્યમંત્રીના હસ્તે સીટી બસ સેવાનો પુનઃ પ્રારંભ થશે

May 9, 2018 at 2:23 pm


પોરબંદરમાં પોણા બે વર્ષ પહેલા સીટી બસ સેવા બંધ થઇ ગઇ હતી અને હવે તે પુનઃ શરૂ થવા જઇ રહી છે અને શનિવારે મુખ્યમંત્રીના હસ્તે સુદામાચોક ખાતે તેનો પ્રારંભ કરવામાં આવશે.
પોરબંદરમાં આેગષ્ટ-ર016થી સીટી બસ સેવા બંધ થઇ ગઇ હતી જેના કારણે હજારો લોકોને ફરજીયાતપણે રીક્ષાનો સહારો લેવો પડતો હતો તેથી રીક્ષાચાલકોએ પણ મનપડે તેવા ભાડા લુંટવાનું ચાલુ રાખ્યું છે. ખાસ કરીને વિદ્યાથ}આે, અપડાઉન કરતા નોકરીયાતો, ગૃહીણીઆે, વૃધ્ધો વગેરે માટે આ સેવા અત્યંત લાભારી હતી. ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે આશિવાર્દરૂપ એવી સીટી બસ સેવા શરૂ કરવા માટે લોકો દ્વારા વારંવારની નગરપાલિકાને રજુઆતો થતી હતી તે અનુસંધાને પાલિકાના પ્રમુખ ભારતીબેન મોદી અને ચીફ આેફીસર રૂદ્રેશભાઇ હુદડે હકારાત્મક અભિગમ દાખવીને કોન્ટ્રાકટ બહાર પાડયો હતો જેમાં ત્રીશુલ એન્ટરપ્રાઇઝને આ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.
કોન્ટ્રાકટર મહેશભાઇ પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, સાત નવી બસો કંપનીમાં તૈયાર કરાવડાવવામાં આવી છે અને ર0મી ફેબ્રુઆરી તે અમને સાેંપાઇ ગઇ છે અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી બગવદર ખાતે સુજલાફ સુફલામ યોજનાની તળાવ ઉંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભકરવા જવાના છે ત્યારે તેઆે ત્éાં જશે તે પહેલા અથવા તો ત્éાંથી પરત ફરશે ત્યારે શહેરના સુદામાચોક ખાતેથી સીટીબસ સેવાનો પ્રારંભ કરાવશે.
અગાઉ પાંચ રૂટની મંજુરી મળી હતી
સીટી બસની સેવા શરૂ થવાની છે તેમાં સુદામાચોકથી સાંદીપનિ, સુદામાચોકથી સૌરાષ્ટ્ર કેમીકલ ફેકટરી થઇને ઇન્દીરાનગર,ઉદ્યાેગનગરની આેરીયેન્ટ એબ્રેસીવ્ઝ ફેકટરી સુધી, ખાપટ રામાપીરના દુવારા સુધી અને બોખીરા કે.કે.નગર સુધી વગેરે પાંચ રૂટની મંજુરી મળી ગઇ હતી.
રતનપર-આેડદર રૂટની પણ અંતે મંજુરી મળી
પરંતુ ગ્રામ્ય પંથકના રતનપરથી આેડદર સુધીના રૂટની મંજુરી આપવા માટે એસ.ટી. વિભાગે નેગેટીવ રીપોર્ટ ભર્યોહતો. તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે, એસ.ટી.ના માત્ર ચાર જ પાસ આ રૂટ ઉપર વિદ્યાથ}આેને અપાયા હતા આમ છતાં એસટી નિગમે સીટી બસને આ રૂટ ઉપર ચાલવા વાંધો લીધો હતો પરંતુ કોન્ટ્રાકટરોની જહેમત અને ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ પણ ગાંધીનગર ખાતે રજુઆત કરીને વિદ્યાથ}આે માટે અત્યંત મહત્વના આ રૂટને મંજુરી આપવા જણાવ્éું હતું.
કેમ કે અગાઉ અન્ય કોન્ટ્રાકટરો દ્વારા આ રૂટ ઉપર બસ દોડાવવામાં આવતી હતી તેવી દલીલો પણ થતાં અંતે એસટી નિગમે રૂટને મંજુરી આપી દીધી છે તેથી છાંયા થઇને વાયા રતનપર-આેડદર તરફ પણ સીટી બસ દોડશે તેવા છઠ્ઠા રૂટને લીલીઝંડી આપી દેવાઇ છે.

Comments

comments