પોરબંદરમાં સમાધાન કરવા માટે બોલાવ્યા બાદ થઇ ધમાલ

July 19, 2019 at 1:27 pm


પોરબંદરમાં માથાકુટ બાદ સમાધાન કરવા માટે યુવાનને બોલાવ્યા બાદ તેના ઉપર તલવાર વડે હુમલો થયો હતો આ બનાવમાં ભોગ બનનાર તર્ફે 10 થી 1પ વ્યકિતઆેના ટોળાએ રાત્રે મહીલાના ઘરમાં ઘુસી દોઢ લાખની ઘર વખરીને તોડીફોડી નાંખતા પોલીસ ફરિયાદ નાેંધાઇ છે.

તલવાર વડે હુમલાની ફરિયાદ
જયુબેલી-ગાયત્રી નગરમાં રહેતો રવિ કીસાભાઇ મુછાર નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, તેને છાંયા જમાતખાના પાસે રહેતા રવિ નાનો આેડેદરાએ ‘તુ મને અગાઉ કેમ ગાળ આપતો હતો’ તેમ કહ્યું હતું, આથી રવિએ ‘મે તને ગાળો આપેલ નથી’ તેમ કહેતા તે અંગેનું સમાધાન કરવા માટે છાંયા જમાતખાના પાસેના ઘરે બોલાવ્યો હતો આથી રવિ અને તેનો મિત્ર છાંયા જમાતખાના પાસે ગયા ત્યારે રવિ આેડેદરાએ તલવાર વડે માથામાં એક ઘા પાછળના ભાગે મારી દીધો હતો અને ઢીકાપાટુનો માર પણ માર્યો હતો.

ટોળા સામે ક્રાેસ ફરિયાદ
છાંયા જમાતખાના પાસે રહેતા પ્રિયંકાબેન રવિ આેડેદરા નામની પરિણીતાએ એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, તેના પતિ રવિ આેડેદરાને રવિ કીસા મુછાર સાથે મનદુઃખ થયું હતું આથી રવિ ઉપરાંત અરજણ સામત (કોલીખડાવાળો), નલો અને તેનો ભાઇ કેલો, દિલીપ આેડદરવાળો, અરજણ રામા, કમલાબાગ પાસે મોમાઇ ચા વાળો નથુ અને તેનો ભાઇ વગેરે 10 થી 1પ માણસોનું ટોળુ તલવાર, છરી, પાઇપ વગેરે લઇને બાઇકમાં આવી પહાેંચ્યા હતા અને પ્રિયંકાબેનના મકાનમાં ઘુસી તેને અને તેની નણંદ દિપાલીને ઢીકાપાટુનો માર મારી બારી બારણા, ટીવી, એસી, કબાટમાં તોડફોડ કરી દોઢ લાખ રૂપિયાનું નુકશાન કર્યુ હતું. એટલું જ નહી પરંતુ પ્રિયંકા અને તેની નણંદ દિપાલીએ ગળામાં પહેરેલા સોનાના 1-1 તોલા ચેઇન કે જેની કીમત પ0,000 થવા જાય છે તેની પણ લુંટ કરીને આ શખ્સો નાસી છુટયા હોવાનું ફરિયાદમાં છે.

Comments

comments

VOTING POLL